બીજી ટેસ્ટ મેચમાં 10 વિકેટ ઝડપીને રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે મચાવી તબાહી, પોતાનો જ આ મોટો રેકોર્ડ કર્યો ધ્વસ્ત….

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાલી રહી છે. જેની બીજી મેચ રવિવારે દિલ્હીના રોજ જેટલી સ્ટેડિયમ ખાતે ત્રીજા દિવસે પૂર્ણ થઈ છે જેમાં ભારતે 6 વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. આ વિજય મેળવતાની સાથે જ ભારતે સમગ્ર સીરીઝમાં 2-0ની મોટી ભવ્ય લીડ મેળવી છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહી છે.

બીજી ટેસ્ટ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પ્રથમ દિવસે ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહેતી હતી પરંતુ ત્રીજા દિવસે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘૂંટણે બેસાડી દીધી હતી. બીજી મેચ દરમ્યાન ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓએ ખુબજ સાર ફોર્મમાં જોવા મળ્યા હતા. બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ખૂબ જ ઘાતક અંદાજમાં જોવા મળ્યો હતો.

રવિન્દ્ર જાડેજાએ પ્રથમ ઇનિંગ્સમાં 3 મહત્વની વિગતો ઝડપી હતી. ત્યારબાદ બીજી ઈનિંગ્સમાં 7 વિકેટ ઝડપી હતી. જેને કારણે બીજી ટેસ્ટ મેચ દરમ્યાન ટોટલ 10 વિકેટ ઝડપીને મોટો વિશાળ રેકોર્ડ બનાવ્યો છે. આ બાબતે તેણે પોતાનો જ એક મોટો રેકોર્ડ તોડી પાડ્યો છે. બીજી ઈનિંગ દરમ્યાન રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે તબાહી મચાવી હતી.

ઇજાને કારણે છેલ્લા ઘણા સમયથી જાડેજા ક્રિકેટથી દૂર હતો પરંતુ ફરી એકવાર જોરદાર વાપસી કરતો જોવા મળ્યો છે. બીજા દાવમાં એક મોટું કારનામું કરી બતાવ્યું છે. તેણે ટોટલ 7 વિકેટ ઝડપીને 3.25ના ઇકોનોમિક રેડથી ફક્ત 42 રન આપ્યા હતા. આ તેના કરિયરનો સૌથી સારામાં સારું પ્રદર્શન છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા ઇંગ્લેન્ડ સામે તેણે 48 રન આપીને સાત વિકેટ ઝડપી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની આ બીજી ટેસ્ટ મેચના બીજા દાવમાં 42 રન આપીને 7 વિકેટો ઝડપીને પોતાનો જ એક મોટો રેકોર્ડ તોડી પાડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *