રવિન્દ્ર જાડેજા પ્રથમ ટેસ્ટ માંથી થશે બહાર ! પૂર્વ કોચે રોહિતનું ટેન્શન વધાર્યું, જાણો સમગ્ર મામલો…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી 4 મેચોની ટેસ્ટ સિરીઝ ઘર આંગણે રમવા જઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરીની વચ્ચે નાગપુર ખાતે રમવાની છે. ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગંભીર ઇજાને કારણે ભારતીય ટીમથી બહાર હતો.
ઇજામાંથી સ્વસ્થ થતા ફરી એકવાર રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે પરંતુ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ રવિન્દ્ર જાડેજાને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેને કારણે ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્માનું ટેન્શન વધ્યું છે. એક એવા ખેલાડીનું નામ જાહેર કર્યું છે જેને કારણે આ સમગ્ર શ્રેણીમાં રવિન્દ્ર જાડેજા માટે ખતરા રૂપ સાબિત થઈ શકે છે. શું રવિન્દ્ર જાડેજા પ્રથમ ટેસ્ટ મેચ માંથી થશે બહાર ?
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરના ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમવાની છે. ભારતના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું છે કે આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજા અને સ્ટાર ઓલ રાઉન્ડર અક્ષર પટેલ બંનેમાંથી કોઈ એક ખેલાડીને ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવશે.
પૂર્વ મુખ્ય કોચે એક ટીવી ચેનલમાં જણાવ્યું છે કે ઓલરાઉન્ડર તરીકે અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાની બરાબરીનો ખેલાડી છે. બંને લેફ્ટ આર્મ સ્પિનર બોલર છે. તો બેટિંગમાં પણ બંને ખેલાડીઓ નીચા ક્રમમાં શાનદાર પ્રફોમન્સ બતાવી શકે તેમ છે. બંનેમાં સમાન કુશળતા હોવાને કારણે બંનેમાંથી કોઈ એક ખેલાડીને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે. જેને કારણે જો અક્ષર પટેલને ટીમમાં સ્થાન આપવામાં આવશે તો રવિન્દ્ર જાડેજાને બહાર બેસવું પડશે.
તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર બેટ્સમેન રવિન્દ્ર જાડેજા છેલ્લા પાંચ મહિનાથી ટીમ ઇન્ડિયા માંથી બહાર હતો. જેથી તેના સ્થાને અક્ષર પટેલને ટીમ ઇન્ડિયામાં રમવાની મોટી તક મળી હતી. અક્ષર પટેલ ત્રણેય ફોર્મેટમાં ખૂબ જ સારું પ્રદર્શન બતાવી રહ્યો છે. જેને કારણે તે કેપ્ટન રોહિત શર્માની પ્રથમ પસંદગી બન્યો છે. પરંતુ રવિન્દ્ર જાડેજા પણ મેચ વિનર ખેલાડી છે.
રવિન્દ્ર જાડેજાને જમણા ઘૂંટણમાં ઈજાને કારણે છેલ્લા પાંચ મહિનાથી તે ટીમમાંથી બહાર હતો. એશિયા કપ 2022માં ફક્ત બે મેચ રમી શક્યો હતો. ત્યારબાદ તેની ઇજાને કારણે તેની સર્જરી કરવામાં આવી હતી. રવિન્દ્ર જાડેજાને ભારતીય ટીમનો ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી માનવામાં આવે છે. જેને અત્યાર સુધીમાં ભારત માટે 60 ટેસ્ટમાં 24.71 ની એવરેજથી 242 વિકેટ ઝડપી છે અને ત્રણ સદીની મદદથી 36.57 ની એવરેજ થી 2523 ફટકાર્યા છે.