રવિન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટમાં બોલ સાથે છેતરપિંડી કરવા બાબતે ICCએ દોષી જાહેર કરી આપી આ મોટી સજા, જાણો હવે રમશે કે નહીં ?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ આજે પૂર્ણ થઈ છે. જેમાં ભારતીય ટીમે એક ઇનિંગ્સની સાથે 132 રને ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘર આંગણે પ્રથમ મેચમાં જ ઘૂંટણિયે બેસાડી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભવ્ય વિજય મેળવીને ભારતીય ટીમએ સમગ્ર સિરીઝમાં 1-0 થી મોટી લીડ મેળવી છે. ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે આ સમગ્ર સિરીઝને 4-0 થી મોટી લીડથી જીતવી ખૂબ જ જરૂરી છે.

ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓએ પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એક મોટા કેસમાં ફસાયો છે. જેને લઈને હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ ખૂબ જ ઘાતક બોલીંગ સાથે બેટિંગ દેખાડી હતી. પરંતુ તેને એક ભૂલના કારણે તાજેતરમાં ICC દ્વારા તેને મોટી સજા ફટકારવામાં આવી છે. એક તરફ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ભવ્ય વિજયની ઉજવણી કરી રહી છે તો બીજી તરફ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે.

તમને જણાવી દઈએ કે મેચના પ્રથમ દિવસે સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને આંગળીના ભાગે ઇજાને કારણે દર્દ થઈ રહ્યું હતું જેને કારણે જાડેજાએ મોહમ્મદ સિરાજના હાથમાંથી ક્રીમ લીધું હતું અને આંગળી પર લગાવ્યું હતું. પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયા દ્વારા તેના પર બોલ સાથે છતરપિંડી કરવાનો મોટો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ આરોપને કારણે આઈસીસીએ જાડેજાને દોષી જાહેર કર્યો છે અને મોટી સજા સંભળાવી છે. ચાલો તેના પર વિગતવાર ચર્ચા કરીએ.

તમને જણાવી દઈએ કે પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમમાં 177 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. આ દરમિયાન ભારતીય ટીમના તમામ બોલરોએ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. જેમાં ભારતીય ટીમનો સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ છટકાવવી હતી. પાંચ મહિનાઓ બાદ રવિન્દ્ર જાડેજા ફરી એકવાર પોતાની ઘાતક બોલિંગમાં વાપસી કરતો જોવા મળ્યો હતો. પરંતુ તેના પર મોટો આરોપ લગાવ્યો હતો.

આ કેસમાં આઈસીસીએ ચુકાદો આપતાં જણાવ્યું છે કે રવિન્દ્ર જાડેજાએ અમ્પાયરને પૂછ્યા વગર જ ક્રીમ લગાવ્યું હતું. જેને કારણે તેને દોષે જાહેર કરવામાં આવ્યો છે. આઇસીસીએ આ કેસમાં મેચ ફીના 25% દંડ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત 1 ડિમેરીટ પોઇન્ટ લગાવવામાં આવ્યો છે. રવિન્દ્ર જાડેજાએ પણ પોતાની ભૂલ સ્વીકારી છે અને સજાને પણ મંજુર કરવામાં આવી છે.

રવિન્દ્ર જાડેજાએ પોતાની ભૂલ સ્વીકારી હોવાના કારણે આઈસીસીએ તેના પર રમવા માટેનો બેન લગાવ્યો નથી. જેને કારણે બીજી ટેસ્ટ મેચ દરમિયાન ફરી એકવાર તે મેદાને તબાહી મચાવતો જોવા મળશે. જે ભારતીય ટીમ માટે એક સારા સમાચાર ગણી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *