રવિન્દ્ર જાડેજાએ ચિત્તાની ઝડપે પકડ્યો અસંભવ કેચ, જોઈને તમે પણ નહીં કરો વિશ્વાસ…-જુઓ વિડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝની શાનદાર શરૂઆત થઈ છે. 17 માર્ચના રોજ મુંબઈના વાનખેડા સ્ટેડિયમ ખાતે પ્રથમ મેચ રમાઈ રહી હતી. જેમા ભારતે પાંચ વિકેટએ ભવ્ય વિજય મેળવ્યો છે. આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોચ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ઓસ્ટ્રેલિયન ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી.
ઓસ્ટ્રેલિયા સામે 4 મેચોની ટેસ્ટ સીરીઝમાં રવિન્દ્ર જાડેજાએ બોલ અને બેટથી ખૂબ જ જોરદાર વાપસી કરી હતી. ત્યાર બાદ હવે વનડે માં પણ ફરી એકવાર તે AUS સામે ઘાતક સાબિત થઈ રહ્યો છે. લાંબા સમયથી તે ક્રિકેટથી દૂર હતો. એશિયા કપમાં ઇજાગ્રસ્ત થતા એક વર્ષથી તે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી આરામ ઉપર હતો. પરંતુ ઇજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ફરી એકવાર તે મેદાને ધૂમ મચાવતો જોવા મળ્યો છે.
પ્રથમ વન-ડે મેચમાં પણ રવિન્દ્ર જાડેજાએ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું છે. ભારતીય બોલરોની શાનદાર બોલિંગને કારણે ઓસ્ટ્રેલિયન ટીમ ફક્ત 35.4 ઓવરમાં 188 રન બનાવીને સમગ્ર ટીમ ઓલ આઉટ થઈ છે. રવિન્દ્ર જાડેજા બોલિંગની સાથે ફીલ્ડિંગમાં પણ ખૂબ જ ચપળતા બતાવી રહ્યો છે. રવિન્દ્ર જાડેજાની આ ચપળતાને જોતા લાગતું નથી કે તે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર હતો.
રવિન્દ્ર જાડેજાએ આ મેચ દરમિયાન ખૂબ જ અદભુત અને અશક્ય કેચ પકડ્યો હતો. આ કેચ પકડવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મોટા મોટા દિગ્ગજ ક્રિકેટરો પણ આ કેચની પ્રશંસા કરતા જોવા મળ્યા છે. મહેન્દ્રસિંહ ધોનીએ પણ આ કેચ વિશે મોટી પ્રતિક્રિયા આપી છે.
રવિન્દ્ર જાડેજા કેટલો ફીટ છે તેનો નજારો ઓસ્ટ્રેલિયાના દાવની 23મી ઓવરના ચોથા બોલ પર જોઈ શકાય છે. આ બોલ કુલદીપ યાદવે માર્નસ લાબુશેને ફેંક્યો હતો. પરંતુ ઓફ સ્ટમ્પની બહાર એક જોરદાર કેચ ઉછળ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ચિત્તાની ઝડપે આ કેચને પકડીને 2023 નો સૌથી અશક્ય કેચ પોતાના નામે કર્યો છે. તેનો વિડીયો હાલ ખૂબ જ વાયરલ થયો છે. જુઓ વિડિયો..