રવિન્દ્ર જાડેજાએ સ્ટીવ સ્મિથને દિવસે દેખાડ્યા તારા, આંખના પલકારે 37 રન પર કર્યો ક્લીન બોલ્ડ… – જુઓ વિડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શાનદાર શરૂઆત થઈ છે. આ સિરીઝની પ્રથમ મેચ આજે નાગપુરના VCA સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી રમવાની છે. ભારતીય ટીમએ આ સિરીઝની શાનદાર શરૂઆત કરી છે અને ઓસ્ટ્રેલિયન ટીમ પર દબદબો બનાવ્યો છે. બંને ટીમો આ સિરીઝ જીતવા માટે ભારે પ્રયત્નો કરી રહી છે.
પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગ્સ વિશે વાત કરીએ તો પ્રથમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિંસે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમના પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ભારતીય ટીમે બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાની ટીમને 63.5 ઓવરમાં 177 રન બનાવીને ઓલ આઉટ કરી હતી. જેમાં ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપીને શાનદાર વાપસી કરી હતી.
રવિન્દ્ર જાડેજા છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટથી દૂર હતો. તેણે ગંભીર ઇજાને કારણે તેની સર્જરી કરવામાં આવી હતી. જેને કારણે તે અસ્વસ્થ હતો. પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં જબરજસ્ત વાપસી કરતો જોવા મળ્યો હતો. તેણે આ મેચ દરમ્યાન સ્ટીવ સ્મિથને દિવસે તારા દેખાડ્યા હતા અને આંખના પલકારે ક્લીન બોલ્ડ કર્યો હતો. તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
ટીમ ઇન્ડિયાનો સ્ટાર ગુજરાતી ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ફરી એકવાર તેની ઘાતક બોલિંગથી વિરોધી ટીમના બેટ્સમેનોને ચોંકાવી મૂક્યા હતા. રવિન્દ્ર જાડેજાએ બીજા સેશન દરમિયાન ત્રણ મહત્વની વિકેટ ઝડપી હતી. જેમાં સ્મિથને રવિન્દ્ર જાડેજાએ 37 રને ક્લીન બોલ્ડ કર્યો હતો.
જાડેજાએ આ કારનામું 42મી ઓવરના છઠ્ઠા બોલ પર કર્યું હતું. ભારતીય ટીમ માટે આ એક મોટી અને મહત્વની વિકેટ ગણી શકાય છે. જાડેજાના ઘાતક બોલ પર સ્ટીલ સ્મિથ આંખના પલકારે ક્લીન બોલ્ડ થયો હતો. તેનો વિડીયો હાલ વાયરલ થયો છે. જુઓ વિડિયો.