રવિન્દ્ર જાડેજાએ માનસ લાબુશેનને એવી રીતે કર્યો ક્લીન બોલ્ડ કે ચકલું ઉડીને પડ્યું 10 ફૂટ દૂર… – જુઓ વિડિયો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રવિવારે પૂર્ણ થઈ છે. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. આ બીજી મેચમાં પણ ભારતે શાનદાર વિજય મેળવ્યો છે. તેને કારણે ઓસ્ટ્રેલિયા સામેની આ ચાર મેચોની ટેસ્ટ સીરીઝમાં 2-0ની વિજય લીડ બનાવી છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ખૂબ જ ભારે પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.

બીજી ટેસ્ટ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ભારતને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને ઉતારી હતી. ભારતીય ટીમ પ્રથમ દિવસે શરૂઆતમાં ખૂબ જ ખરાબ પ્રદર્શનમાં જોવા મળી હતી. પરંતુ ત્રીજા દિવસના અંતે ભારતીય ટીમે ખૂબ જ શાનદાર વાપસી કરી હતી અને ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. જેના કારણે ભારતીય ટીમ આ સમગ્ર સીરીઝમાં મોટી લીડ બનાવી છે.

બીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારતના તમામ ખેલાડીઓ ખૂબ જ સારા જોવા મળ્યા હતા. તેમાં પણ ખાસ કરીને ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલ રાઉન્ડર બેસ્ટમેન રવિન્દ્ર જાડેજાએ ખૂબ જ આક્રમક બોલિંગ અને બેટિંગ બતાવી હતી. બીજી ટેસ્ટ મેચ દરમિયાન તેણે ટોટલ 10 વિકેટો છટકાવવી હતી. ત્રીજા દિવસે દુનિયાનો સૌથી નંબર વન ટેસ્ટ બેટ્સમેન માનસ લાબુશેનને રવિન્દ્ર જાડેજાએ દિવસે તારા દેખાડ્યા હતા.

રવિન્દ્ર જાડેજાની સ્પીન બોલિંગ ખૂબ જ જોરદાર જોવા મળતી હોય છે. તેણે 22 મી ઓવરનો ચોથો બોલ એવો જાદુઈ ફેંક્યો હતો કે દુનિયાનો સૌથી મોટો સ્ટાર બેટ્સમેન માનસ લાબુશેન આ ઘાતક બોલ રમી શક્યો ન હતો અને ક્લીન બોલ્ડ થયો હતો.

માનસ લાબુશેન જ્યારે ક્લીન બોલ્ડ થયો ત્યારે સ્ટમ્પ પરનું ચકલું 10 ફૂટ દૂર ઉછળીને પડ્યું હતું. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *