રવિન્દ્ર જાડેજાએ માનસ લાબુશેનને એવી રીતે કર્યો ક્લીન બોલ્ડ કે ચકલું ઉડીને પડ્યું 20 ફૂટ દૂર… – જુઓ વિડિયો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ 4 મેચોની બોર્ડર કાવસ્કર ટ્રોફી ચાલી રહી છે. આ સિરીઝની ત્રીજી મેચ એક માર્ચના રોજ ઇંદોર ખાતે શરૂ થઈ છે. પ્રથમ દિવસે ભારતીય ટીમની બેટિંગ ખૂબ જ નબળી રહી હતી પરંતુ બોલિંગ લાઈન ખૂબ જ ઘાતક જોવા મળી હતી. ત્રીજી ટેસ્ટ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોચ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને ઉતરેલા ઓસ્ટ્રેલિયન બોલરો ભારતીય બેટ્સમેન ઉપર ખૂબ જ ભારી પડ્યા હતા અને ભારતીય ટીમને પ્રથમ દાવમાં ફક્ત 109 રન બનાવીને ઓલ આઉટ થઈ હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમ બપોર પછી બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી પરંતુ ભારતીય બોલરો તેના પર ભારે પડ્યા હતા.

ભારતીય ટીમનો સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન રવિન્દ્ર જાડેજા પ્રથમ બંને મેચોની જેમ ત્રીજી મેચોમાં પણ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ઉપર દબદબો બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા બેટિંગ કરવા માટે ઉતરી ત્યારે રવિન્દ્ર જાડેજા પ્રથમ ટ્રેનસ હેડને આઉટ કર્યો હતો. ત્યારબાદ માનસ લાબુશેનને પણ દિવસે તારા દેખાયા હતા.

રવિન્દ્ર જાડેજાએ માનસ લાબુશેને આંખના પલકારે ક્લીન બોલ્ડ કર્યો હતો. તમને જણાવી દઈએ કે માનસ લાબુશેન ફક્ત 31 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ ફરી એકવાર તેને પોતાની જાળમાં ફસાવ્યો હતો. જેનો વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન માનસ લાબુશેનને ઘણી વખત રવિન્દ્ર જાડેજાએ તેને ટેસ્ટમાં આઉટ કર્યો છે. ફરી એકવાર તેને ક્લીન બોલ્ડ કર્યો છે. તે બોલ્ડ થયો ત્યારે સ્ટમ્પ ઉપરનું ચકલું આશરે 20 ફૂટ દૂર ઉડીને પડ્યું હતું જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે જુઓ વિડિયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *