રવીચંદ્રન અશ્વિને ઉભા રહીને એક હાથે ગગનચુંબી છક્કો ફટકારી મચાવી તબાહી…- જુઓ વીડિયો

ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ આજે બે મેચોની ટેસ્ટ શ્રેણી સાથે પૂર્ણ થયો છે. બે મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ આજે શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ભારતે ત્રણ વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. આ સીરીઝની પ્રથમ મેચમાં પણ ભારતે 188 રને મોટી જીત મેળવી હતી. જેના કારણે ભારતે બાંગ્લાદેશને 2-0 થી ક્લીન સ્વીપ કર્યું છે. આ સમગ્ર સિરીઝ દરમ્યાન ભારતીય બોલરો અને બેટ્સમેનોએ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું.

આ બીજી ટેસ્ટ વિશે વાત કરીએ તો બાંગ્લાદેશની ટીમએ ભારતને જીતવા માટે 145 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયા બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. બેટિંગ કરવા માટે ઉતરેલ ભારતીય ટીમના ઓપનર બેટ્સમેનો સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થયા હતા. અને માત્ર 74 રનમાં 7 વિકેટ ગુમાવી હતી. થોડો સમય એવું લાગી રહ્યું હતું કે બાંગ્લાદેશ હવે આ મેચમાં જીત મેળવી લેશે પરંતુ ત્યારબાદ રવીશચંદ્રન અશ્વિન મેદાન પર ઉતર્યો હતો.

રવિચંદ્રન અશ્વિને સમગ્ર મેચની કાયા પલટી નાખી હતી. રવિચંદ્રન અશ્વિન અને શ્રેયસ ઐયરની 71 રનની પાર્ટનરશીપે ભારતને બીજી મેચમાં ભવ્ય વિજય અપાવ્યો હતો. ટીમ ઇન્ડિયાની મુશ્કેલ પરિસ્થિતિઓમાં રવિચંદ્રન અશ્વિને 42 રનની મોટી ઈનિંગ રમી હતી. જેમાં 1 ગગનચૂંબી છક્કો અને 4 ફોરનો સમાવેશ થાય છે. રવિચંદ્રન અશ્વિને શાનદાર મેચ વિનર ફોર ફટકારીને ભારતને બીજી જીત અપાવી હતી. ટીમ ઈન્ડિયાની જીતમાં રવિચંદ્રન અશ્વિનની સાથે શ્રેયસ ઐયરનું પણ 29 રનનું મોટું યોગદાન રહ્યું હતું.

આ બીજી મેચ દરમિયાન રવિચંદ્રન અશ્વિને એક ગગન ગગનચુંબી છક્કો ફટકાર્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ભારતની જીતમાં આ છક્કાએ મોટું યોગદાન આપ્યું હતું. બીજી મેચ જીતવા ભારતને 15 રનની જરૂર હતી, ત્યારે બાંગ્લાદેશે તરફથી પાંચ વિકેટો ઝડપનાર મહેંદી હસન બોલિંગ કરવા માટે આવ્યો હતો. પરંતુ અશ્વિન આ મેચને ફિનિશ કરવાના મૂડમાં હતો. જેને કારણે તેના પહેલા જ બોલ પર અશ્વિને ઉભા રહીને એક હાથે ખતરનાક સિક્સ ફટકારી હતી ત્યારબાદ બે ફોર મારીને મેચ જીતાડી હતી. જુઓ આ વિડીયો…

https://twitter.com/imshivajumnal/status/1606882135952220164?t=UvDWMQEzU-4Palki4fKfMQ&s=19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *