રાશિદ ખાને કહ્યું- રોહિત નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડી અમારા માટે બન્યો હારનું કારણ…

ગઈકાલે દિલ્હી ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની 9 મી મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને 8 વિકેટે જીત મેળવી છે. આ સાથે જ વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં દબદબો બનાવી રાખ્યો છે. ભારતીય ટીમ ફરી એક વખત મજબૂત જોવા મળી હોય તેવું કહી શકાય છે. મેચ પૂર્ણ થયા બાદ રાશિદ ખાને ઘણા મહત્વના નિવેદન આપ્યા હતા.

સમગ્ર મેચ તરફ નજર કરીએ તો અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતી વખતે 272 રનનો નાનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમે 35 ઓવરમાં જ આ ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. આ મેચમાં રોહિત શર્મા દ્વારા 131 રન બનાવવામાં આવ્યા હતા. તેના કારણે ઘણી મુશ્કેલીઓ થઈ હતી છતાં પણ રાશિદ ખાને રોહિતને નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડીને હારનું કારણ ગણાવ્યો છે.

મેચ બાદ ઇન્ટરવ્યૂ દરમ્યાન રાશિદ ખાને જણાવ્યું હતું કે રોહિત નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડીના કારણે આજે અમને કારની હાર મળી છે. તેના વધુ વિકેટ લેવાના કારણે અમે ટકી શક્યા નહોતા નહીંતર અમે 350 રનની ઉપર સ્કોર બનાવી શકીએ તેમ હતા. તેના કારણે આજે અમને ઘણી મુસીબત થઇ છે. તો ચાલો આપણે જાણીએ કે ગુજરાતી સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે રાશિદખાને ગુજરાતી સ્ટાર બોલર જસપ્રિત બુમરાહના વખાણ કર્યા છે. તેણે જણાવ્યું છે કે બુમરાહે આજે શરૂઆતમાં ઘણી કડક બોલિંગ કરી હતી. આ ઉપરાંત તેણે ચાર વિકેટ પણ લીધી છે. તેણે 10 ઓવરમાં ફક્ત 39 રન જ આપ્યા છે. જેના કારણે અમારા બેટ્સમેનો તેની સામે ટકી શક્યા નહોતા અને સ્કોર પણ બન્યો નહોતો. બીજી તરફ હાર્દિક પણ સતત દબાણ બનાવી રહ્યો હતો.

રાશીદ ખાને વધુમાં જણાવ્યું કે બુમરાહ પહેલેથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તબાહી મચાવે છે. આજે અમારી સામે પણ તેણે ઘણું દબાણ બનાવ્યું છે. આ વખતે ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવાની મોટી દાવેદાર બની છે. રોહિત શર્મા પણ ઘણો ખુશ જોવા મળ્યો હતો. હવે આવતી પાકિસ્તાન સામેની રવિવારની મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. અત્યારથી જ તૈયારીઓ પણ શરૂ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *