રાશિદ ખાને કહ્યું- બુમરાહે 4 વિકેટ લીધી પરંતુ તેની કરતાં પણ આ ગુજરાતી ખેલાડી ઘાતક છે…
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હાલમાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે જબરદસ્ત મેચ રમાઈ રહી છે. આ મેચની શરૂઆતમાં જ બંને ટીમો દ્વારા ધારદાર પ્રદર્શન કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે પણ જીત મેળવવા પ્રયત્નો કરી રહી છે. આ મેચ બાદ રાશિદ ખાન દ્વારા મહત્વના નિવેદનો પણ આપવામાં આવ્યા છે.
સંપૂર્ણ મેચની વાત કરીએ તો અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 272 રનનો સ્કોર બનાવ્યો છે. હાલમાં ભારતીય ટીમ ટાર્ગેટનો પીછો કરતી જોવા મળી છે. આ મેચમાં બુમરાહે શાનદાર બોલિંગ કરીને ત્રણ વિકેટ લીધી હતી. આ ઉપરાંત તે મેચ વિનર પણ સાબિત થયો છે છતાં પણ રાશિદ ખાને બુમરાહને નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડીને સૌથી વધુ ઘાતક ગણાવ્યો છે.
રાશિદ ખાને તાજેતરમાં ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે બુમરાહે આજે 4 વિકેટ લીધી પરંતુ તેની કરતાં પણ આ ગુજરાતી ખેલાડી ઘાતક છે. તેની સામે રમવું અતિ મુશ્કેલ લાગી રહ્યું હતું. તે સતત દબાણ બનાવતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત તેણે આજે ઘણી વિકેટો પણ લીધી છે. તેના કારણે અમને ઘણી મુશ્કેલીઓ થઈ છે. તો ચાલો જાણીએ આ ગુજરાતી સ્ટાર ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે રાશિદ ખાને મેચ પૂર્ણ થયા બાદ હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા વિશે ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું છે કે હાર્દિક સતત સારી બોલિંગ કરતો જોવા મળ્યો છે. આજે તેણે શરૂઆતમાં જ વિકેટો લીધી હતી. આ ઉપરાંત જાડેજા પણ સતત દબાવ બનાવવામાં સફળ રહ્યો છે. હાર્દિક પંડ્યા આ મેચમાં ફરી એક વખત ઓલ રાઉન્ડર તરીકે સફળ સાબિત થયો છે .
રાશિદ ખાને વધુમાં જણાવ્યું કે અમારી ટીમ ભારતીય બોલરો સામે ઘણા રન બનાવે તેમ હતા પરંતુ હાર્દિક અને જાડેજાના કારણે રનમાં રૂકાવટ આવ્યો હતો. ત્યારબાદ રન બન્યા નથી. ભારતીય ટીમ શાનદાર વાપસી કરતી જોવા મળી છે. ભારતીય ટીમ ફરી એક વખત ઘાતક ફોર્મમાં જોવા મળી હોય તેવું કહી શકાય છે. આ ઉપરાંત હાલમાં વર્લ્ડ કપ જીતવાની મોટી દાવેદાર પણ બની છે.