રાહુલ ત્રિપાઠીએ સુર્યાની સ્ટાઇલમાં ફટકારી તોફાની સિકસ, આ જોઈને ચાહકો બોલ્યા, “આ તો સુર્યાનો પણ બાપ નીકળ્યો” જુઓ વિડિયો….
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝની ફાઇનલ મેચ ગઈકાલે એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચ દરમિયાન ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 168 રના મોટા માર્જિનથી હરાવ્યું હતું. સિરીઝની આ ફાઇનલ મેચ ઘણી રોમાંચક સ્થિતિમાં જોવા મળી હતી. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ આ મેચ દરમિયાન જબરજસ્ત ફોર્મમાં જોવા મળ્યા હતા.
ન્યૂઝીલેન્ડ સામેની આ ત્રીજી મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોચ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ન્યૂઝીલેન્ડ ટીમને બોલિંગ કરવા માટે બધાને આમંત્રિત કરી હતી. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 4 વિકેટ ગુમાવી 234 રનનો મોટો સ્કોર ઊભો કર્યો હતો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ ટીમ આ સ્કોરનો પીછો કરવા મેદાને ઉતરી હતી. પરંતુ 12.1 ઓવરમાં ફક્ત 66 રન બનાવીને સમગ્ર ટીમ પેવેલિયન ભેગી થઈ હતી.
આ મેચ દરમિયાન રાહુલ ત્રિપાઠીએ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. તેણે આ મેચમાં 22 બોલમાં 44 રનની મોટી ઇનિંગ્સ રમી હતી. જેમાં ચાર ફોર અને ત્રણ મોટી સિક્સ ફટકારી હતી. રાહુલ ત્રિપાઠી પહેલેથી જ પોતાની ઘાતક બેટિંગથી તમામ લોકોને પ્રભાવિત કરી ચૂક્યો છે. ફરી એક વાર તે પોતાના ઘાતક અંદાજમાં જોવા મળ્યો હતો. રાહુલ ત્રિપાઠી ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવની સ્ટાઈલમાં બેટિંગ કરતો નજરે પડ્યો હતો.
આ મેચ દરમિયાન રાહુલ ત્રિપાઠી સૂર્યાની સ્ટાઇલમાં 360 ડિગ્રીએ ખૂબ જ ખતરનાક સિક્સ ફટકારી હતી. ભારતીય ટીમની બેટિંગ સમયે છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર લોકી ફર્ગ્યુસનને જબરદસ્ત સિક્સર ફટકારી હતી. જેને કારણે આ જોઈને દંગ રહી ગયો હતો. આ સિક્સર ફટકારવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.
ભારતીય ટીમની બેટિંગ શરૂઆતથી જ ભારે મજબૂત સ્થિતિમાં જોવા મળી હતી. તેમાં પણ રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 44 રન ફટકારીને દબદબો બનાવી રાખ્યો હતો. રાહુલ ત્રિપાઠીની સિક્સરનો વિડીયો સ્ટાર સ્પોર્ટ ચેનલ દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે આ વિડીયોને અત્યાર સુધીમાં લાખો યુજર્સે લાઈક કરી ચૂક્યા છે. જુઓ વિડિયો