મેચના બે દિવસ પહેલા રાહુલે આપ્યાં મોટા સંકેત, બીજી ટેસ્ટમાં આવી કંઇક રહેશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે…
ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસ પર ધૂમ મચાવી રહી છે. જ્યાં ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થઈ છે. ટીમ ઇન્ડિયાને વન-ડે સિરીઝમાં 2-1 થી કારમી નિષ્ફળતા મળી હતી. ત્યારબાદ હવે બે મેચોની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ છે. જેની પ્રથમ મેચ પૂર્ણ થઈ છે. ટીમ ઇન્ડિયાને બાંગ્લાદેશ સામેની આ પ્રથમ ટેસ્ટ મેચમાં 188 રને મોટી જીત મળી છે. ત્યારબાદ હવે બીજી ટેસ્ટ મેચ 22 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે.
ટીમ ઇન્ડિયાને બાંગ્લાદેશ સામેની આ બે મેચોની ટેસ્ટ સીરીઝ જીતવા માટે આગામી બીજી ટેસ્ટ મેચ જીતવી ખૂબ જ અગત્યની છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાએ સારું પ્રદર્શન દેખાડ્યું હતું. તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા બીજી વન-ડે મેચ દરમ્યાન હાથના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો જેને કારણે ટેસ્ટ સિરીઝ માંથી તે બહાર થયો છે. જેને કારણે હાલ ટીમ ઇન્ડિયાની કમાન KL રાહુલને સોંપવામાં આવી છે.
મેચના બે દિવસ પહેલા કેપ્ટન કે એલ રાહુલે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચને લઈને મોટા સંકેતો આપ્યા છે. રાહુલે મેચ શરૂ થાય તે પહેલા ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવનની મોટી જાહેરાત કરી છે. ચાલો જાણીએ KL રાહુલે કોને આપ્યું સ્થાન અને કોનું પત્તું કાપ્યું. ટીમ ઇન્ડિયાના પ્રથમ ઓપનિંગ બેટ્સમેનો વિશે વાત કરીએ તો રોહિત શર્મા ન હોવાને કારણે KL રાહુલ અને શુભમન ગીલને ફરી એક વાર મેદાને ઓપનિંગ કરતા જોવા મળશે.
રાહુલ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. પરંતુ શુભમન ગીલ એક યુવા ખેલાડી તરીકે ખૂબ જ સારું પ્રદર્શન બતાવી રહ્યો છે. ત્યારબાદ આ નંબર 3 પર સ્ટાર બેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારા બેટિંગ કરતો નજરે પડશે. તે ખૂબ જ સારું પ્રદર્શન બતાવી રહ્યો છે. મધ્યમ ઓર્ડરના બેટ્સમેનો પર એક નજર કર્યો હતો વિરાટ કોહલી નંબર 4 પર ધૂમ મચાવતો જોવા મળશે. વિકેટકીપર બેટ્સમેન તરીકે રીષભ પંથને નંબર 5 પર મોટું સ્થાન આપવામાં આવ્યું છે
ત્યારબાદ સ્ટાર યુવા બેટ્સમેન શ્રેયસ આયરને નંબર 6 પર બેટિંગ કરવા માટે તક આપવામાં આવી છે. ઐયર ઘણા સમયથી તમામ ફોર્મેટમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવી રહ્યો છે. ઉપરાંત ઓલરાઉન્ડર બેટ્સમેન તરીકે અક્ષર પટેલના નંબર 7 પર ઉતારવામાં આવશે. ટીમ ઈન્ડિયાની બોલિંગ લાઈન પર એક નજર કરીએ તો સ્ટાર ઓલ રાઉન્ડર રવિચંદ્રન અશ્વિનને નંબર 8 પર મોટી તક આપવામાં આવી છે. ત્યારબાદ સ્પીન બોલિંગ તરીકે કુલદીપ યાદવ, ફાસ્ટ બોલરોમાં મહમદ સિરાજને સ્થાન આપવામાં આવ્યું છે. ઉમેશ યાદવના ખરાબ પ્રદર્શનના કારણે તેના સ્થાને શાર્દુલ ઠાકોરને મોટી તક આપવામાં આવી છે.