રાહુલ દ્રવિડે બેઠક બાદ કર્યો ધડાકો, મોહમ્મદ શમી સહિત આ 3 ખેલાડીઓને ટી-20 વર્લ્ડ કપની યોજનામાંથી કર્યા બહાર…
છેલ્લા ઘણા સમયથી વિશ્વની તમામ ક્રિકેટ ટીમો ભારતની ધરતી પર વર્લ્ડ કપ 2023ની મેચો રમી રહી હતી. આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમે જીત મેળવી છે. ભારતીય ટીમને દરેક મેચોમાં જીત મળી પરંતુ ફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે આગામી વર્લ્ડકપને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. આ બાબતે હાલમાં એક મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવ્યા છે.
રોહિત શર્માએ ભારતીય ટીમને મજબૂત બનાવવા માટે અલગ અલગ ઘણા ખેલાડીઓને સ્થાન આપ્યું હતું અને કોમ્બિનેશન બનાવ્યું હતું પરંતુ સફળતા મળી નથી. આવા કારણોસર આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને હવે ફરી એક વખત નવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવશે. જેથી મોહમ્મદ શમી સહિત આ ત્રણ ખેલાડીઓ હંમેશા માટે બહાર થશે તેવું સામે આવ્યું છે. તેઓને ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં સ્થાન મળ્યું નથી. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ કોણ કોણ છે.
સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હવે ટી-20 વર્લ્ડ કપમાં જોવા મળશે નહીં. આ વર્લ્ડ કપમાં તેને સ્થાન મળવાનું નહોતું પરંતુ એશિયા કપમાં બુમરાહના સ્થાને તેને અચાનક સામેલ કરવામાં આવ્યો અને તે સફળ રહ્યો હતો. જેથી તેને બેકઅપ તરીકે સ્થાન મળ્યું હતું પરંતુ હવે ટી-20 વર્લ્ડ કપમાં અર્શદીપ અને ઉમરાન જેવા ખેલાડીઓને સામેલ કરવામાં આવી શકે છે.
આ ઉપરાંત ભારતીય સ્ટાર બોલર મોહમ્મદ સિરાજ પણ બહાર થઈ શકે છે. તે પણ વિકેટ અપાવવામાં નિષ્ફળતા બતાવતો જોવા મળ્યો છે. બીજી તરફ તેણે ઘણા રન પણ આપ્યા હતા. જેથી તેના માટે પણ ટી-20 વર્લ્ડ કપમાં સ્થાન મેળવવું ઘણું મુશ્કેલ બની શકે છે. આગામી ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં જ તેને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. હાલમાં જ આ અપડેટ આવ્યું છે.
આ બંને ખેલાડીઓ ઉપરાંત શાર્દુલ ઠાકુર પણ તેની બેટિંગ અને બોલિંગ બંનેમાં નિષ્ફળતા બતાવતો જોવા મળ્યો છે. જેથી તેને પણ બહાર કરવામાં આવી શકે છે. હાલમાં ભારત પાસે રીન્કુ સિંહ જેવા ઘણા યુવા ખેલાડીઓ મજબૂત ફિનિશર તરીકે ઉભરી આવ્યા છે. જેથી તેને પણ બહાર થવું પડી શકે છે. ભારતીય ટીમ ફરી એક વખત સંપૂર્ણપણે બદલાયેલી જોવા મળી શકે છે.