રાહુલ દ્રવિડે કરી ગદ્દારી, 131 રન બનાવવા છતાં રોહિતને નહીં પરંતુ આ ખાસ ખેલાડીને આપ્યો જીતનો શ્રેય…

ગઈકાલે અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે દિલ્હી ખાતે જબરદસ્ત મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે 8 વિકેટે જીત મેળવી છે. વર્લ્ડકપની આ નવમી મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ લાઈન ફરી એક વખત મજબૂત જોવા મળી છે. મેચ પૂર્ણ થયા બાદ ભારતીય હેડ કોચ રાહુલ દ્રવિડ દ્વારા ઘણા મહત્વના નિવેદન આપવામાં આવ્યા છે.

અફઘાનિસ્તાન સામેની મેચમાં આપણે જોયું હતું કે અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતી વખતે 272 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતે 35 ઓવરમાં બે વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. આ મેચમાં રોહિતે માત્ર 84 બોલમાં 131 રન બનાવ્યા હતા. તેની શાનદાર બેટિંગ હોવા છતાં પણ રાહુલ દ્રવિડે રોહિતને નહિ પરંતુ આ ખાસ ખેલાડીને જીતનો શ્રેય આપ્યો છે. આ ઉપરાંત તેને મેચ વિનર ગણાવ્યો છે.

રાહુલ દ્રવિડે મેચ પૂર્ણ થયા બાદ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે રોહિતના કારણે નહીં પરંતુ આ ખેલાડીના કારણે આજે મેચ પલટો થયો હતો. મુશ્કેલીના સમયમાં પણ તે ઘણો મહત્વનો રહ્યો છે. આવી ઘાતક બેટિંગ વાળી પીચ પર તે વિકેટ લેવામાં ધડાધડ સફળ રહ્યો છે. વર્લ્ડ કપમાં તેનું આ સારું ફોર્મ સારી બાબત ગણી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડે હાલમાં હાર્દિક પંડ્યા વિશે ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું છે કે હાર્દિક પહેલેથી અમારા માટે પાર્ટ ટાઈમ બોલર હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી મુખ્ય બોલર બની ચૂક્યો છે. તેણે આજે મહત્વની બે વિકેટ અપાવી છે. જ્યારે દરેક ખેલાડીઓ વિકેટ લેવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા ત્યારે તેને મેદાને બોલાવવામાં આવ્યો હતો અને સફળતા અપાવી હતી.

રાહુલ દ્રવિડે વધુમાં જણાવ્યું કે હાર્દિક કોઈપણ સમયે બેટિંગ અને બોલિંગ બંનેમાં મહત્વનો સાબિત થઈ શકે છે. તેના કારણે મેચ જીતવી ખૂબ જ સરળ બને છે. આ ઉપરાંત જાડેજા પણ દબાણ બનાવવામાં સફળ રહ્યો હતો. જેના કારણે અન્ય બોલરોને સફળતા મળતી હતી કુલદીપ અને શાર્દુલે પણ સારું પ્રદર્શન કર્યું છે. હવે પાકિસ્તાન સામે પણ જીત મળે તેવી આશા રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *