રાહુલ દ્રવિડે કરી જાહેરાત, આવતીકાલે થશે આ 2 મોટા બદલાવો, જાણો કોણ થશે IN અને કોણ થશે OUT…

તાજેતરમાં ચેન્નાઇ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો જોવા મળ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી છે. હવે વર્લ્ડ કપની બીજી મેચ ભારતીય ટીમ આવતીકાલે અફઘાનિસ્તાન સામે રમવાની છે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. મેચ શરૂ થાય તે પહેલા જ હાલમાં રાહુલ દ્રવિડ દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.

તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમ મુશ્કેલીમાં જોવા મળી હતી. શરૂઆતમાં બોલિંગ લાઈન અને પછી બેટિંગ લાઇનમાં પણ દબાણ જોવા મળ્યું હતું. આવી સ્થિતિમાં હવે વર્લ્ડ કપની આગામી મેચોને ધ્યાનમાં રાખીને કોઈ ખેલાડી પર દયા રાખવામાં આવશે નહીં. રાહુલ દ્રવિડે તાજેતરમાં જ આ બે મોટા બદલાવ વિશે વાતો કહી છે.

તાજેતરમાં રાહુલ દ્રવિડે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું છે કે પીચને ધ્યાનમાં રાખીને પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ઘણા બદલાવો થયા હતા પરંતુ હવે ફરી એક વખત અફઘાનિસ્તાન સામે બદલાવો જોવા મળશે. આ બે ખેલાડીઓને હવે બહાર કરવામાં આવી શકે છે અને નવા ખેલાડીઓને સ્થાન મળી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આવનારી મેચમાં કોણે સ્થાન મળશે અને કોણ બહાર થશે.

સૌપ્રથમ વાત કરીએ તો રવિચંદ્રન અશ્વિનને ફરી એક વખત બહાર કરવામાં આવી શકે છે. પીચના આધારે અશ્વિનને તક મળી પરંતુ તે સફળ રહ્યો નહોતો. તે વિકેટ લેવા માટે તડપડતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં હવે તેને બહાર કરીને ફાસ્ટ બોલીંગનો વિકલ્પ વધારવામાં આવશે. જેથી શાર્દુલ ઠાકુરને સ્થાન મળી શકે છે. આ એક મહત્વપૂર્ણ બાબત ગણી શકાય છે.

આ ઉપરાંત શ્રેયસ ઐયરને પણ બહાર કરવામાં આવી શકે છે. તે પણ આશા પ્રમાણે બેટિંગ કરી શક્યો નથી. આ ઉપરાંત ખરાબ થયો હતો. જેથી સૂર્યકુમાર યાદવને સ્થાન આપવામાં આવી શકે છે. બીજી તરફ જો ગીલ સ્વસ્થ નહીં હોય તો ફરી એક વખત ઈશાન કિશનને ઓપનિંગ કરવા માટે મેદાને ઉતારવામાં આવશે. આ બદલાવો સાથે આવતીકાલે રોહિત શર્મા મેદાને જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *