પ્રથમ ટેસ્ટમાં આર અશ્વિન એક વિકેટ છટકાવીને આ દિગ્ગજ ભારતીય ખેલાડીનો મોટો રેકોર્ડ તોડી રચશે ઇતિહાસ…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 જાન્યુઆરીથી 4 મેચોની ટેસ્ટ શ્રેણી શરૂ થવા જઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ 9 થી 13 ફેબ્રુઆરીની વચ્ચે નાગપુર ખાતે રમવાની છે. તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચો માટે 17 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી હતી. જેમા રોહિત શર્માને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
આ સિરીઝની પ્રથમ મેચ દરમિયાન આર અશ્વિન એક વિકેટ લઈને મોટો ઇતિહાસ પોતાના નામે કરી શકે છે. તમને જણાવી દઈએ કે અશ્વિન પાસે 9 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે રમનારી પ્રથમ ટેસ્ટ મેચમાં ઇતિહાસ રચવાની મોટી સુવર્ણ તક મળવાની છે અશ્વિન પોતાના ટેસ્ટ કરિયરમાં એક શાનદાર અને મોટો ઇતિહાસ હાંસલ કરવાથી માત્ર એક ડગલું દૂર છે. વાચક મિત્રો તેના પર આ લેખમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું.
9 ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થતી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાનો અનુભવી સ્પીનર બોલર રવીશચંદ્ર અશ્વિન જો આ મેચ દરમિયાન ફક્ત એક વિકેટ ઝડપી લે છે. તો ઇતિહાસમાં સૌથી ઝડપી 450 વિકેટ પૂરી કરનાર વિશ્વનો સૌથી બીજો બોલર બની જશે. છેલ્લા ઘણા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિન ખુબજ સારા ફોર્મ જોવા મળી રહ્યો છે. તેણે પોતાના દમ પર ભારતને ઘણી જીતો પણ અપાવી છે.
વધુમાં તમને જણાવી દઈએ કે રવિશ્ચંદ્ર અશ્વિને પોતાની ટેસ્ટ કરિયરની 89 ટેસ્ટ મેચમાંથી સૌથી ઓછી ટેસ્ટ રમીને 450 વિકેટ ઝડપવાની વિશેષ સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યો છે. આ રેકોર્ડ અત્યાર સુધી પૂર્વ ભારતીય સ્પીનર અનિલ કુંબલેના નામે હતો પરંતુ આ અશ્વિન પ્રથમ મેચમાં જ એક વિકેટ ઝડપીને આ રેકોર્ડ પોતાના નામે કરશે.
અનિલ કુંબલેએ 93 ટેસ્ટ મેચમાં 450 વિકેટ ઝડપી હતી. તમને જણાવી દઈએ કે વિશ્વમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 450 વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના ભૂતપૂર્વ ખેલાડી મુરલીધરના નામે છે જેને 88 માં 450 વિકેટ ઝડપી છે. વિશ્વના આ ક્રમમાં અશ્વિન બીજા ક્રમે પહોંચી શકે છે.