આર અશ્વિનને કહ્યું- બીજી T20 મેચમાં નંબર 3 પર બેટિંગ કરવા માટે સૂર્યકુમાર યાદવને નહીં પરંતુ આ ઘાતક ખેલાડીને આપો સ્થાન….
ટી 20 વર્લ્ડ કપમાં ભારતે શરૂઆતમાં સારું પ્રદર્શન દેખાડ્યું હતું પરંતુ ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં 10 વિકેટ ખરાબ હાર મેળવી હતી. આ મેચમાં હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીએ સારી બેટીંગ કરી હતી પરંતુ ટીમ ઇન્ડિયાની ખરાબ બોલિંગ ના કારણે ભારતે કારમી હાર મેળવી હતી તેના કારણે ત્યારબાદ બીસીસીઆઈ દ્વારા ટીમ ઇન્ડિયામાં મોટા બદલાવો કરવામાં આવ્યા છે
કેટલાક સિનિયર ખેલાડીઓને હાલ આરામ આપવામાં આવ્યો છે તો કેટલાક નવા યુવા એવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે હાલ ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે જ્યાં ત્રણ મેચો T20 સિરીઝ રમાઈ રહી છે. જેમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી 20 મેચ શુક્રવારના રોજ વરસાદી મોસમને કારણે રદ થઈ હતી. ત્યારબાદ આગામી ટી ટ્વેન્ટી મેચ 20 નવેમ્બરના રોજ ન્યૂઝીલેન્ડ ખાતે યોજવાની છે
જેમાં આર અશ્વીને મોટું નિવેદન આપ્યું છે કે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી 20 મેચમાં નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે સૂર્યકુમાર યાદવ નહિ પરંતુ આ ઘાતક ખેલાડીને ઉતારવો જોઈએ. ટીમમાં જ્યારે સિનિયર ખેલાડીઓ હાજર હોય છે ત્યારે વિરાટ કોહલી નંબર ત્રણ ઉપર બેટિંગ કરતો જોવા મળે છે તો આ સાથે જ સૂર્ય કુમાર યાદવ નંબર ચાર પર બેટિંગ કરતો જોવા મળે છે પરંતુ હવે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર વિરાટ કોહલીની જગ્યાએ નંબર ત્રણ ઉપર ક્યાં ખેલાડીની બેટિંગ કરવાની તક મળવી જોઈએ તેને લઈને હાલ ભારે ચર્ચાઓ થઈ રહી છે.
ટીમ ઇન્ડિયાના સિનિયર સ્પિનર બોલર અશ્વિને પોતાની youtube ચેનલ પર આ અંગેની મોટી માહિતી જાહેર કરી છે તેને જણાવ્યું છે કે શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવ નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે પ્રબળ દાવેદાર છે. પરંતુ અશ્વિનનું માનવું એવું છે કે શ્રેયસ ઐયરને નંબર ત્રણ પર બેટિંગ કરવાની તક આપવી જોઈએ જ્યારે સૂર્યકુમાર યાદવને ચોથા નંબર પર બેટિંગ કરવા માટે ઉતારવો જોઈએ.
તમને જણાવી દે કે વધુમાં અશ્વિન જણાવે છે કે પંથને ઓપનર બેટ્સમેન તરીકે અજમાવવો જોઈએ. તો વોશિંગ્ટન સુંદર ડાબોડી બેટ્સમેન હોવાના કારણે તેને નંબર પાંચ પર બેટિંગ કરવા માટે ઉતારવો જોઈએ મિડલ ઓર્ડરમાં ટીમ ઇન્ડિયા પાસે કોઈ ડાબોડી બેટ્સ બેન નથી જેના કારણે તેને પાંચમાં સ્થાન ઉપર ઉતારવો ફાયદાકારક ગણી શકાય. t20 ફોર્મેટમાં ડાબોડી અને જમોડી બેટ્સમેનનું સંયોજન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.