આને હવે ધક્કો મારીને ટીમમાંથી બહાર કાઢો, સતત ફ્લોપ સાબિત થતાં આ સિનિયર ખેલાડી પર ચાહકો ભડક્યા..
ટીમ ઇન્ડિયા હાલ બાંગ્લાદેશના પ્રવાસ પર છે. જ્યાં ત્રણ મેચોની વનડે સિરીઝ શરૂ થઈ છે. જેની પ્રથમ મેચ આજે ઢાંકાના શેર એ બાંગ્લા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ સિરીઝમાં ટીમ ઇન્ડિયામાં ઘણા બદલવો કરવામાં આવ્યા છે. ઘણા નવા યુવા ખેલાડીઓને મોટી તક પણ આપવામાં આવી રહી છે. આગામી વર્ષ 2023 માં આવી રહેલ વન ડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ટીમ ઇન્ડિયામાં ભારે સુધાર કરવામાં આવી રહ્યો છે.
પરંતુ આ પ્રથમ વન-ડે મેચમાં બેટ્સમેનો કંઈ ખાસ પ્રદર્શન દેખાડી શક્યા નહીં. પ્રથમ વન-ડે મેચ વિશે વિગતવાર વાત કરીએ તો પ્રથમ બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમ ઇન્ડિયાને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવન બેટિંગ કરવા માટે મેદાને ઉતર્યા હતા. પરંતુ આ સમગ્ર મેચ દરમિયાન તમામ ઓપનિંગ બેટ્સમેન સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થયા હતા.
ટીમ ઇન્ડિયાની શરૂઆતમાં બેટિંગ લાઇન ખૂબ જ ખરાબ રહી હતી. ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પણ ફ્લોપ સાબિત થયો હતો. બાંગ્લાદેશ સામેની આ પ્રથમ વનડે મેચમાં પણ 17 બોલમાં ફક્ત 7 રન બનાવીને પેવેલીયન પર જ કર્યો હતો જેને કારણે ચાહકો ભડકી રહ્યા છે. કેટલાક ચાહકો એવું પણ કહી રહ્યા છે કે તેને હવે ધક્કો મારીને બહાર કાઢવો જોઈએ. ચાહકો દ્વારા શિખર ધવનને નિવૃત્તિ લેવાની પણ સલાહ આપી રહ્યા છે.
શિખર ધવન એશિયા કપ અને T 20 વર્લ્ડ કપ બાદ ખૂબ જ ખરાબ બેટિંગ કરી રહ્યો છે. જેને કારણે ટીમ ઇન્ડિયાને મોટું નુકસાન થઈ રહ્યું છે. શિખર ધવન છેલ્લા ઘણા સમયથી ઓછા રન બનાવીને આઉટ થઈ રહ્યો છે. જેને કારણે ચાહકો સોશિયલ મીડિયા પર તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. શિખર ધવનની વધતી ઉંમરને કારણે હવે તેને નિવૃત્તિ લેવી જોઈએ.
ખરાબ બેટિંગને કારણે શિખર ધવનને આગામી વર્ષ 2023માં આવી રહેલ વન ડે વર્લ્ડ કપમાં ટીમ પસંદ કારો તેને બહાર કાઢી શકે છે. તે હવે ટીમ માટે બોજ બની રહ્યો છે. બાંગ્લાદેશની આ પ્રથમ સિરીઝ માટે ટીમ ઇન્ડિયા ખૂબ જ મુશ્કેલીમાં લાગી રહી છે. આ સિરીઝની બીજી મેચમાં રોહિત શર્મા ઘણા મોટા બદલાવો કરી શકે છે. બાંગ્લાદેશ સામે વનડે સીરીઝ બાદ 2 મેચોનો ટેસ્ટ શ્રેણી રમવાની છે.