પૃથ્વી શોની કાર પર ધોકા અને પથ્થર વડે થયો જાન લેવા હુમલો, જાણો સમગ્ર ઘટના…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ 4 મેચોની ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે. આ સિરીઝની બીજી મેચ આવતીકાલે 17 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે રમવાની છે. પરંતુ આ મેચ શરૂ થાય તે પહેલા ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટ પૃથ્વી શોની કાર પર મુંબઈમાં ગંભીર હુમલો થયો છે. આ હુમલાને કારણે સમગ્ર ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. હુમલો થયો ત્યારે ક્રિકેટર પૃથ્વી શો પોતાના મિત્ર સાથે કારમાં સવાર હતો.

પૃથ્વી શો ભારતીય ટીમનો એક મહત્વનો ભાગ છે જેણે ટીમ ઇન્ડિયા માટે ઘણી વખત ઓપનિંગ પણ કર્યું છે. પૃથ્વી શો ભારતીય ટીમ માટે વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે પરંતુ હાલ તે ટીમમાંથી બહાર છે જેને કારણે તે હાલ આરામ પર છે. પરંતુ મુંબઈમાં તેને કાર પર જાન લેવા હુમલો કરવામાં આવ્યો છે. ANI ના રિપોર્ટ અનુસાર પૃથ્વી શોની કાર પર હુમલામાં પોલીસ દ્વારા આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટના વિશે તમને ટૂંકમાં જણાવી દઈએ તો ક્રિકેટર પૃથ્વી શો મુંબઈમા મિત્રની કારમાં બેઠો હતો. ત્યારે આ વિસ્તારના કેટલાક લોકો તેની વારંવાર સેલ્ફી ક્લિક કરવા લાગ્યા હતા. પરંતુ જ્યારે પૃથ્વી શોએ સેલ્ફી લેવાની ના પાડી હતી ત્યારે આ સ્થાનિક લોકો ગુસ્સે ભરાયા હતા અને કાર પર જાનલેવા હુમલો કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 8 લોકો પર આરોપ લગાવવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસને જણાવ્યું છે કે પૃથ્વી શો પર હુમલાના બાબતે 8 આરોપીઓ વિરુદ્ધ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. જ્યારે પૃથ્વી શોએ બીજી વખત સેલ્ફી લેવાની ના પાડી હતી ત્યારે ધોકા અને મોટા મોટા પથ્થર વડે કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને કારણે કારને ભારે નુકસાન થયું છે. જેની તસવીરો પણ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

કાર પર હુમલાઓની આ સમગ્ર ઘટના બાબતે હાલ પોલીસ કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે અને આ ઘટનામાં સામેલ બીજા લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. પૃથ્વી શોની કાર પર હુમલા બાબતે પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી છે આ FIR માં આરોપીઓ વિરુદ્ધ ipcની કલમ 143, 148, 149, 384, 327, 504, 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *