અશ્વિનની ફિરકીમાં ફસાયો પીટર હેન્ડસ્કોમ્બ, 98 બોલમાં ફક્ત 19 રન બનાવીને થયો આઉટ…-જુઓ વિડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ ત્રીજી ટેસ્ટ મેચ ઇન્દોર ખાતે ચાલી રહી છે. આ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ ચાલી રહ્યો છે. જેમાં ભારતીય ટીમ થોડીક નબળી સ્થિતિમાં જોવા મળી રહી છે. ત્રીજી ટેસ્ટ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમે જોરદાર વાપસી કરી હતી. ત્યારબાદ બીજા દિવસે પણ ભારતીય ટીમ ધીમે ધીમે મજબૂત સ્થિતિ બનાવતી જોવા મળી રહી છે. આ ત્રીજી ટેસ્ટ મેચમાં બંને ટીમોની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. મેચના સ્કોર કાર્ડ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય ટીમે બેટિંગ કરીને 109 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી.
પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયન ટીમે ચાર વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ બીજા દિવસની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ કરવા માટે ઉતરી હતી પરંતુ રવિશ્ચંદ્ર અશ્વિને મોટી જાળ પાથરી હતી જેમા ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ધડાધડ આઉટ થતા જોવા મળ્યા હતા.
રવિચંદ્ર અને અશ્વિને પીટર હેન્ડસ્કોમ્બને જોરદાર પોતાની ફિકીમાં ફસાવ્યો હતો. તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. પીટર હેન્ડસ્કોમ્બન ખૂબ જ લાંબા સમયથી બેટિંગ કરી રહ્યો હતો તેણે આ મેચ દરમિયાન 98 બોલ રમીને 19 રન ફટકાર્યા હતા. તેને આઉટ કરવો ભારતીય ટીમ માટે ખૂબ જ જરૂરી હતો.
પ્રવેશચંદ્રને અશ્વિને એવી ફીરકીમાં લપેટીયો હતો કે એક ઝાટકે આઉટ કર્યો હતો. અશ્વિને જોરદાર બોલ ફેંક્યો હતો. આ બોલને તે રમી શક્યો ન હતો અને આસાન કેચ છોડ્યો હતો. આ મેચ શ્રેયસ ઐયરે પકડી લીધો હતો તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જુઓ વિડિયો…