ફરી એકવાર આ ઘાતક ખેલાડી થયો ફ્લોપ, હવે ટીમ ઇન્ડિયામાં તક મળશે કે નહીં, હાર્દિક પંડ્યાની ચિંતામાં વધારો..

હાલ સમગ્ર ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ગઈ છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ત્રણ મેચોની T20સિરીઝ અને 3 મેચોની ઓડીઆઇ સીરીઝ રમવાની છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ 18 નવેમ્બર થી શરૂ થયો છે. પ્રથમ ટી ટ્વેન્ટી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને આજે બીજી ટી-ટ્વેન્ટી મેચ શરૂ થઈ છે પરંતુ ફરી એકવાર વરસાદ વિલન બની રહ્યો છે મેચ શરૂ થતા ની સાથે જ વરસાદ આવતા થોડા સમય માટે મેચને સ્થગિત કરવામાં આવી હતી પરંતુ ફરી એકવાર મેચ શરૂ થઈ છે.

પરંતુ આ ખેલાડી ફરી એક વાર ફ્લોપ સાબિત થયો છે જેને કારણે હાર્દિકની ચિંતામાં મોટો વધારો થયો છે. મેચ વિશે વધુમાં તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી ટ્વેન્ટી મેચ વે ઓવેલ ખાતે રમાઈ રહી છે. જેમાં ન્યૂઝીલેન્ડની ટીમ દ્વારા પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તો આ સાથે જ ભારત પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી છે. આ મેચમાં ઓપનિંગ કરવા માટે રિષભ પંથ અને ઈશાન કિશનને મોટી તક આપવામાં આવી હતી.

પરંતુ રીષભ પંથે હાર્દિક પંડ્યાની ચિંતામાં વધારો કર્યો છે. રિષભ પંથ લાંબા સમયથી ફ્લોપ સાબિત થતો આવ્યો છે. પરંતુ ફરી એકવાર તેને ન્યૂઝીલેન્ડ સામેની આ સિરીઝમાં તક આપવામાં આવી હતી પરંતુ રિષભ પંથ આ મેચમાં સંપૂર્ણ રીતે ક્લોક સાબિત થયો છે. અને તેને ઓપનિંગ કરવાની તક આપવામાં આવી હતી. પરંતુ આ તકને તે ઝડપી શક્યો નથી.

તમને જણાવી દઈએ કે પંથે આ મેચમાં માત્ર 13 બોલનો સામનો કર્યો હતો. જેમાં એક ફોર મારી હતી. પરંતુ સીકસ ફટકારવા જવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે બોલ બેટની ટોચની કિનારી પર લાગ્યો અને સીધો ફિલ્ડરના હાથમાં ગયો હતો. જેના કારણે રિષભ પંથે 13 બોલ રમીને માત્ર છ રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાની ચિંતા ખૂબ જ વધી ગઈ છે આવતા સમયમાં નક્કી કરશે કે તેને આગામી મેચમાં સ્થાન આપવું કે નહીં.

વર્લ્ડ કપ પછી ઘણા લોકોએ પંથને ઓપનિંગની તક આપવી જોઈએ તે માટેની માંગો ઉઠાવી હતી પરંતુ ઓપનિંગની આ તક તે ઝડપી શક્યો નહીં અને ખૂબ ખરાબ રીતે ક્લોપ સાબિત થયો છે. રિષભ પંથ લકી ફર્ગ્યુસનના બોલ પર સિક્સ મારવા જતા સાઉથીના હાથે કેચ આઉટ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *