પ્રથમ દિવસે રવિન્દ્ર જાડેજા પર બોલ સાથે છેતરપિંડીનો લાગ્યો ગંભીર આરોપ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને વિડીયો કર્યો વાઇરલ…- જુઓ વિડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ 4 મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શાનદાર શરૂઆત થઈ છે. આ સિરીઝની પ્રથમ મેચ 13 ફેબ્રુઆરી સુધી નાગપુર ખાતે રમવાની છે. આ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન રવિન્દ્ર જાડેજા પર બોલ સાથે ફિક્સિંગનો મોટો આરોપ લાગ્યો છે.
જેનો વિડીયો ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને ટ્વિટર પર ટ્વિટ કરીને સમગ્ર માહિતી શેર કરી છે. જેને કારણે હાલ સમગ્ર ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિંગ્સે ટોસ જીતીને તેને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ભારતીય ટીમને બોલિંગ કરવા માટે બધાને આમંત્રિત કરી હતી. ભારતીય બોલરોએ આ મેચ દરમિયાન ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયન ટીમ ફક્ત 63.5 ઓવરમાં 177 રન બનાવીને ઓલ આઉટ થઈ હતી. આ મેચ દરમિયાન છેલ્લા પાંચ મહિનાથી ઈજાગ્રસ્ત ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ખૂબ જ જોરદાર વાપસી કરી હતી. તેણે આ મેચ દરમિયાન પાંચ સૌથી વધારે વિકેટો ઝડપી હતી પરંતુ આ મેચ પૂર્ણ થયા બાદ રવિન્દ્ર જાડેજાનો બોલ સાથે છેડખાની કરતો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલ વિડિયોને કારણે તેની પાંચ વિકેટનું રહસ્ય ખુલ્લી ચૂક્યું છે. જે આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે રવિન્દ્ર જાડેજા ઓવર ફેકવામાં આવ્યો હતો ત્યારે મહંમદ સિરાજે રવિન્દ્ર જાડેજા ના હાથમાં કંઈક એવો પદાર્થ આપ્યો હતો.
આ પદાર્થ જાડેજાએ બોલ પર લગાવીને બોલિંગ કરી હતી જેને કારણે સ્ટીવ સ્મિથ ક્લીન બોલ્ડ થયો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને ખુદ આ વિડીયોને શેર કરીને રવિન્દ્ર જાડેજા પર ગંભીર આરોપો લગાવ્યા છે. જુઓ વિડિયો….