હવે ઓસ્ટ્રેલિયાનો ખેલ ખતમ, રોહિતે 10 વર્ષથી બહાર ચાલી રહેલ આ ગુજરાતી ખેલાડીને આપ્યું ટીમમાં સ્થાન…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારના રોજ વિશાખાપટ્ટનમ ખાતે બીજી વન-ડે મેચ રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટએ ઇતિહાસની સૌથી મોટી શરમજનક હાર આપી છે. ઓસ્ટ્રેલિયાએ આ બીજી વન-ડે મેચ જીતીને ત્રણ મેચોની વનડે સિરીઝમાં ભારત સાથે 1-1 થી બરાબરી કરી છે. ત્યારબાદ હવે આ વનડે સિરીઝની ત્રીજી નિર્ણાયક મેચ આવતીકાલે ચેન્નાઇ ખાતે રમવાની છે.
આ વનડે સિરીઝ જીતવા માટે બંને ટીમો ચેન્નાઈ ખાતે કાંટાની ટક્કરમાં જોવા મળશે. ભારત આ છેલ્લી વન-ડે મેચ જીતવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે. જેને કારણે કેપ્ટન રોહિત શર્માએ છેલ્લા 10 વર્ષથી બહાર ચાલી રહેલ આ ગુજરાતી સ્ટાર ખેલાડીને તાત્કાલિક ટીમમાં સામેલ કર્યો છે. બીજી વનડે મેચ દરમિયાન ભારતીય ટીમને ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી.
બીજી વન-ડે મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ ઉપર બોલિંગ અને બેટિંગ બંનેમાં દબાણ બનાવ્યું હતું. જેના કારણે ભારતીય ખેલાડીઓ સંપૂર્ણ મેચમાં નિષ્ફળ ગયા હતા. આવા કારણોસર કેપ્ટન રોહિત શર્મા ત્રીજી વન-ડેમાં ઘણા બદલાવો કરી શકે છે. 10 વર્ષથી બહાર ચાલી રહેલ આ સ્ટાર ગુજરાતી ખેલાડી મેદાને રમતો જોવા મળશે તેના મોટા સંકેતો આપ્યા છે
કેપ્ટન રોહિત શર્મા ત્રીજી વન-ડે મેચ જીતવા માટે આ સ્ટાર પ્લેયરને મેદાને ઉતારશે. તે છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. પરંતુ તેને એક પણ મેચમાં ટીમ ઇન્ડિયામાં સ્થાન મળી રહ્યું નથી. છેલ્લા દસ વર્ષથી તેની અવગણના કરવામાં આવી રહી છે. પરંતુ આગામી ત્રીજી વન-ડે મેચ જીતવા માટે રોહિત શર્માએ તેને ટીમમાં સામેલ કર્યો છે. ચાલો જાણીએ આ સ્ટાર ખેલાડી કોણ છે ?
ગુજરાતી સ્ટાર ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ છેલ્લા દસ વર્ષથી ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ એક પણ મેચમાં રમવા માટે તક આપવામાં આવી નથી. છેલ્લે વર્ષ 2013માં રમતો જોવા મળ્યો હતો. હાલમાં તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યો છે. જેને કારણે કેપ્ટન રોહિત શર્મા ત્રીજી વન-ડે મેચ જીતવા માટે તેને ભારતની પ્લેઈંગ 11માં સામેલ કરી શકે છે.
જયદેવ ઉનડકટ બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. તે ભારતની કોઈપણ પીચ ઉપર સૌથી વધુ વિકેટ લેવાની મોટી ક્ષમતા ધરાવે છે. ટીમને જ્યારે વિકેટની જરૂરિયાત હોય ત્યારે તે મહત્વની વિકેટો છટકાવવામાં માહિર છે. જેને કારણે કેપ્ટન રોહિત શર્મા ત્રીજી વન-ડે મેચ જીતવા માટે તેને મેદાને ઉતારશે.