હવે મારે નિવૃત્તિ લેવી પડશે… BCCIથી કંટાળીને વર્લ્ડ કપની શરૂઆતમાં જ આ ભારતીય ખેલાડીએ કરી જાહેરાત…
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે જબરદસ્ત મેચ રમાવાની છે. ભારતીય ટીમ આ બીજી મેચમાં શાનદાર જીત મેળવી આશા રહેલી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચમાં જીત મેળવી હતી. ભારતીય ટીમ આ મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં ટોપ ક્રમ પર પહોંચી શકે છે. આ મેચ પહેલા હાલમાં એક અન્ય ખરાબ સમાચાર સામે આવ્યા છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી વર્લ્ડકપની ટીમને મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહ્યો હતો. હાલમાં પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જબરદસ્ત કોમ્બિનેશન બનાવ્યું હતું. તે પીચના આધારે દરેક ખેલાડીઓને સ્થાન આપી રહ્યો છે. જેથી ઘણા ખેલાડીઓને બહાર પણ બેસવું પડ્યું છે. આવી જ રીતે સતત બહાર રહેતા આ ખેલાડીએ હાલમાં ચોંકાવનારી વાત કહી છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ ભારતીય ખેલાડીએ જણાવ્યું છે કે વર્લ્ડ કપમાં મને સ્થાન મળ્યું છે પરંતુ મને એક પણ મેચમાં રમવાની તક મળી નથી. આ પહેલા પણ મને આવી રીતે અવગણવામાં આવ્યો હતો. આખા વર્ષ દરમિયાન મને સ્થાન મળે છે પરંતુ મોટી ટુર્નામેન્ટમાં જગ્યા મળતી નથી. આવી સ્થિતિમાં હવે મારે નિવૃત્તિ લેવી પડશે. તો ચાલો જાણીએ આ ભારતીય ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે હાલમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ નિવૃત્તિ વિશે ઘણી વાત કહી છે. તેણે જણાવ્યું છે કે બુમરાહની ગેરહાજરીમાં હું મુખ્ય બોલર તરીકે જોવા મળ્યો હતો પરંતુ હાલમાં મને સ્થાન પણ આપવામાં આવતું નથી. મેં અત્યાર સુધી ઘણું સારું પ્રદર્શન કર્યું છે. ટીમમાં ફાસ્ટ બોલરોની ખૂબ જ જરૂર છે છતાં પણ મને અવગણવામાં આવ્યો છે. જેથી હવે નિવૃત્તિ લેવી પડશે.
મોહમ્મદ શમી એક સમયે ભારતીય ટીમ માટે મુખ્ય બોલર તરીકે ઘણી વિકેટો લેતો જોવા મળ્યો હતો પરંતુ હાલમાં સિરાજ અને બુમરાહના કારણે તેને સ્થાન મળતું નથી અને ખરાબ બાબત ગણી શકાય છે. શમી પાસે કોઈપણ સમયે મેચ પલટો કરવાની પૂરેપૂરી તાકાત રહેલી છે છતાં પણ તેને સ્થાન આપવામાં આવતું નથી. આવી સ્થિતિમાં આવે તે નિવૃત્તિ જાહેર કરી શકે છે.