હવે ઓસ્ટ્રેલિયાનો ખેલ ખતમ, 17 મહિનાથી બહાર ચાલી રહેલ આ ઘાતક ખેલાડીની ટીમ ઇન્ડિયામાં થઈ વાપસી….
આઈપીએલની 16મી સીઝન 28 મેના રોજ પૂર્ણ થવાની છે. ત્યારબાદ તરત જ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ઇંગ્લેન્ડ ખાતે રમવાની છે. ભારતીય ટીમે આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનમાં બીજી વાર સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રથમ વખત ન્યૂઝીલેન્ડના હાથે ભારતને કારમી હાર મળી હતી. પરંતુ આ વખતે ભારત કોઈ પણ ભોગે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન જીતવા માંગે છે. જેને કારણે ભારતીય ટીમમાં ઘણા બદલાવો કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ માટે 15 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરવામાં આવી છે. આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે બંને ટીમો તેની પૂર્વ તૈયારીઓ કરતી જોવા મળી છે. તેવામાં ભારતીય ટીમમાં 17 મહિનાથી બહાર ચાલી રહેલ આ ઘાતક ખેલાડીની અચાનક જ વાપસી થઈ છે.
જાહેર કરવામાં આવેલ ભારતીય ટીમમાં આ સ્ટાર ખેલાડીને અચાનક જ મોટું સ્થાન આપવામાં આવ્યું છે. જે ipl માં ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવી રહ્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ આ ખેલાડી તબાહી મચાવતો જોવા મળ્યો હતો. તેના સારા ફોર્મને કારણે ફરી એકવાર તેને ટીમમાં મોટું સ્થાન આપવામાં આવ્યું છે. ચાલો જાણીએ આ સ્ટાર ખિલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે BCCIએ જાહેર કરેલ ભારતીય ટીમમાં 17 મહિનાથી બહાર ચાલી રહેલ ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણેને ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચમાં મોટી તક આપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ટેસ્ટમાં ખરાબ પ્રદર્શનને કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. પરંતુ આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન બતાવતા ઓસ્ટ્રેલિયા સામેની આ મહત્વની મેચમાં ફરી મોટી તક આપવામાં આવી છે.
અજિંક્ય રહાણેએ અત્યાર સુધીમાં ભારતીય ટીમ માટે 82 મેચો રમી છે. જેમાં 4931 રન ફટકાર્યા છે. તે ઘણી વખત ભારતીય ટીમ માટે વાઇસ કેપ્ટન તરીકેની મોટી ભૂમિકામાં પણ જોવા મળ્યો છે. વધુમાં વાત કરીએ તો તે ipl માં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી બેટિંગ કરતો જોવા મળે છે. જેમાં ઘણા મોટા સ્કોર પણ બનાવ્યા છે. તાજેતરમાં આજે તેણે 71 રનની મોટી ઈનિંગ રમી હતી. આ સ્ટાર ખેલાડીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી થતાં હવે ઓસ્ટ્રેલિયાનો ખેલ સમાપ્ત થશે.