બીજી વનડે મેચમાં રોહિત શર્મા સાથે શિખર ધવન નહીં પરંતુ આ સ્ટાર ખેલાડી કરશે ઓપનિંગ…
આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વન-ડે મેચ રમવાની છે. પ્રથમ વન-ડે મેચમાં ભારતને કારમી હાર મળી હતી. તેથી ટીમ ઇન્ડિયાને આ સમગ્ર સીરીઝમાં ટકી રહેવા માટે આગામી બંને મેચો જીતવી ખૂબ જ અગત્યની છે. જેને કારણે ટીમ ઇન્ડિયામાં હાલ ઘણા બદલાવો કરવામાં આવી રહ્યા છે. ઘણા નવા યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી રહી છે.
પ્રથમ વન-ડે મેચની ટૂંકમાં વાત કરે તો પ્રથમ બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયા બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. પરંતુ 41.2 ઓવરમાં 186 રન બનાવીને સમગ્ર ટીમ ઓલ આઉટ થઈ હતી. પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાની બેટિંગ લાઇન ખૂબ જ ખરાબ રહી હતી. જેને કારણે આગામી મેચમાં બેટિંગ લાઇનમાં બદલાવો કરવા ખૂબ જ જરૂરી બન્યા છે.
પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાને બેટિંગ કરવામાં ખૂબ જ મુશ્કેલી ઉત્પન્ન થઈ છે. આ મેચમાં ઓપનિંગ જોડી કંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહિ. શિખર ધવનની વાત કરીએ તો તે ફક્ત સાત રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્મા આગામી મેચમાં તેના સ્થાને ઓપનિંગ બેટ્સમેન તરીકે કે એલ રાહુલ નહિ પરંતુ આ સ્ટાર યુવા ખેલાડીને મોટી તક આપી શકે છે. ચાલો જાણીએ આ યુવા ખેલાડી કોણ છે.
મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે બીજી વન-ડે મેચમાં શિખર ધવનને ઓપનિંગ માટે મોકલવામાં આવશે નહીં. રોહિતની સાથે ઓપનિંગ કરવા માટે ઈશાન કિશનને મોટી તક આપવામાં આવી શકે છે. કારણ કે તે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં ખૂબ જ સફળ સાબિત થયો હતો. અને તેણે જોરદાર પ્રદર્શન દેખાડ્યું હતું. રોહિત શર્મા સાથેની ઓપનિંગ ભાગીદારીમાં તેને મોટી તક આપવામાં આવેશે.
શિખર ધવન છેલ્લા ઘણા સમયથી સારું પ્રદર્શન બતાવી શક્યો નથી. તેના સ્થાને ઈશાન કિશનને ઓપનિંગ કરવા માટે મોટી તક આપવામાં આવી છે. તે ટીમમાં કાયમી સ્થાન બનાવી શકે છે. વનડે વર્લ્ડકપ 2023 ને ધ્યાનમાં રાખીને ટીમ ઇન્ડિયામાં ઘણા બદલાવો કરવામાં આવી રહ્યા છે. ઈશાન કિશન સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાને ઘણી મેચોમાં સફળતા અપાવી ચૂક્યો છે. જેને કારણે આગામી બીજી વન-ડે મેચમાં રોહિત શર્માની સાથે ઓપનિંગ કરવા માટે ઈશાની મોટી તક આપવામાં આવશે.