વિરાટ કોહલીની છુટ્ટી નંબર 3 પર રિષભ પંથ નહિ પરંતુ આ ઘાતક ખેલાડી કરશે બેટિંગ…
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ હવે પૂર્ણ થયો છે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે t20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ થઈ હતી. જેમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવીને t20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારત આ ટી 20 વર્લ્ડકપની સફરમાં સેમી ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે શરમજનક હારથી બહાર ફેંકાઈ ગયું હતું. જેના કારણે ટીમ ઇન્ડિયામાં હાલ ઘણા મોટા બદલાવો કરવામાં આવી રહ્યા છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમ t20 વર્લ્ડ કપ જીતી શકી નહિ.
ટી ટ્વેન્ટી વર્લ્ડકપની આ સેમી ફાઇનલ મેચમાં હાર પછી ટીમ ઇન્ડિયામાં ઘણા સિનિયર ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી સારું પરફોર્મન્સ કરી રહ્યા છે. પરંતુ સારું પર્ફોમન્સ કરવા છતાં t20 વર્લ્ડ કપની સેમી ફાઇનલ મેચ જીતી શક્યા નહિ. આગામી દિવસોમાં હવે વન ડે વર્લ્ડ કપ યોજાવાનો છે. જેને ધ્યાનમાં રાખીને હાલ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચોની t20 સિરીઝ માંથી તેમને આરામ આપવામાં આવ્યો છે.
વિરાટ કોહલીને આરામ આપતાની સાથે જ હવે નંબર ત્રણ પર બેટિંગ કરવા કોણ આવશે તેને લઈને ખૂબ જ મોટી અટકળો ચાલી રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની ટૂંકી ટી ટ્વેન્ટી સિરીઝમાં હાલ વિરાટ કોહલીને છુટ્ટી આપવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ સામેની આ ટી 20 સિરીઝમાં આવે રિષભ પંથને નંબર ત્રણ પર નહિ પરંતુ આ ઘાતક યુવા સ્ટાર ખેલાડીને બેટિંગ કરવા માટે સ્થાન આપવામાં આવ્યું છે.
ખૂબ જ લાંબા સમય પછી આ ઘાતક ખેલાડીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ચાલો તમને જણાવી દઈએ કે આ સ્ટાર ખેલાડી કોણ છે ? તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડ સામેની 18 નવેમ્બર થી શરૂ થતી ત્રણ મેચોની સિરીઝમાં નંબર ત્રણ પર શ્રેયસ ઐયર ને બેટિંગ કરવા માટે મોટી તક આપવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલી નંબર ત્રણ પર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. પરંતુ હવે વિરાટ કોહલીને આરામ આપીને શ્રેયસ ઐયર નંબર ત્રણ ઉપર બેટિંગ કરતો જોવા મળશે.
શ્રેયસ ઐયર કેટલાક સમયથી ખરાબ પ્રદર્શન કરી રહ્યો હતો જેને કારણે ટીમ ઇન્ડિયા માંથી તેને બહાર કરવામાં આવ્યો હતો. પરંતુ આગામી સમય માટે કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ આપતા ફરી એકવાર મોટી તક આપવામાં આવી છે શ્રેયસ ઐયર માટે આ એક સારા સમાચાર ગણી શકાય. જો શ્રેયસ ઐયર સારુ પ્રદર્શન કરશે તો વિરાટ કોહલીનું સ્થાન હંમેશને માટે લઈ શકે છે.