અમદાવાદ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા નહીં પરંતુ આ ઘાતક ખેલાડી બનશે ભારતનું બ્રહ્માસ્ત્ર, એકલો AUSને કરશે પરાજિત….
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 માર્ચથી 13 માર્ચની વચ્ચે ચાર મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી નિર્ણાયક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમવાની છે. આ છેલ્લી ટેસ્ટ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને પહોંચવા માટે આ ટેસ્ટ સિરીઝ જીતવી ખૂબ જ અગત્યની છે. હાલ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 2-1ની લીડમાં છે.
તમને જણાવી દઈએ કે આ ટેસ્ટ સિરીઝની પ્રથમ બંને મેચમાં ભારતે શાનદાર વિજય મેળવ્યો હતો. પરંતુ ઇંદોર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 વિકેતે કારમી હાર આપીને શ્રેણીમાં જોરદાર વાપસી કરી છે. પરંતુ અમદાવાદ ટેસ્ટ મેચ ભારત જીતીને સમગ્ર સિરીઝમાં કબજો મેળવી શકે તેમ છે. ત્રીજી ટેસ્ટ મેચમાં હાર બાદ ભારતીય ટીમમાં મોટા બદલાવો થઈ શકે છે તેવા સંકેતો હાલ મળી રહ્યા છે.
ચોથી ટેસ્ટ મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાને અમદાવાદમાં રમનારી આ ટેસ્ટ મેચ જીતવી ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે ભારત પાસે એક એવું બ્રહ્માસ્ત્ર છે જે ભારતને અમદાવાદ ટેસ્ટ એકલો પોતાના દમ પર જીતાડી શકે છે. આ સ્ટાર ખેલાડી ઓસ્ટ્રેલિયા માટે માથાનો દુખાવા રૂપ બની શકે છે. ચાલો આ સ્ટાર ખેલાડી કોણ છે તેના વિશે વિગતવાર જાણીએ.
આ લેખમાં એક એવા ખેલાડી વિશે વાત કરવાના છીએ જે અમદાવાદની પીચ પર વિરોધી ટીમ ઉપર આક્રમક અને ખતરનાક સાબિત થઈ શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ખેલાડી પાસે એવા આંકડા છે કે જે ઓસ્ટ્રેલિયન ટીમને એકલો પોતાના હાથે હરાવવા માટે સક્ષમ છે. આ ખેલાડી બીજો કોઈની પરંતુ સ્ટાર ગુજરાતી અક્ષર પટેલ છે.
અક્ષર પટેલે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બે મેચમાં 20 વિકેટ ઝડપી ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયા માટે તે ઘણી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. અક્ષર પટેલ અમદાવાદમાં ધૂમ મચાવતો જોવા મળશે તેણે આ મેદાન ઉપર બે મેચો રમી છે. જેમાં સૌથી વધારે 20 વિકેટ ઝડપી હતી.
ઇંગ્લેન્ડની ટીમ વર્ષ 2021 માં ભારતના પ્રવાસે આવી હતી ત્યારે તેની સામે ચાર મેચોની ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. જેમાં બે મેચો અમદાવાદમાં રમવામાં આવી હતી આ બે મેચોમાં અક્ષર પટેલે ખૂબ જ જોરદાર બોલિંગ ફેંકી હતી અને ત્રીજી મેચમાં એક સાથે 11 વિકેટ અને ચોથી મેચમાં 9 વિકેટો ઝડપીને ભારતને શાનદાર વિજય ભવ્ય હતો.