કોહલી કે ગીલ નહીં પરંતુ આ ઘાતક ખેલાડી તોડશે સચિન તેંડુલકરનો શતકનો વર્લ્ડ રેકોર્ડ…
હાલ IPL 2023ની 16મી સીઝન ચાલી રહી છે. ઘણા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં પોતાનું ઉજવળ ભવિષ્ય બનાવી રહ્યા છે. આ ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ જૂન મહિનામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ઇંગ્લેન્ડ ખાતે રમવાની છે. આ પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ક્રિકેટના નિષ્ણાતો એવું માની રહ્યા છે કે વિરાટ કોહલી કે શુભમન ગીલ નહિ પરંતુ આ જ ખેલાડી સચિન તેંડુલકરનો ટેસ્ટમાં 51 સદીનો મોટો વર્લ્ડ રેકોર્ડ તોડશે.
તમને જણાવી દઈએ કે ઘણીવાર મોટા ક્રિકેટ જાણકારો ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને સચિન તેંડુલકરનો આ સદીનો રેકોર્ડ તોડવાનો દાવેદાર ગણાવતા હોય છે. પરંતુ વિશ્વ ક્રિકેટમાં એક એવો પણ બેટ્સમેન છે. જે સચિન તેંડુલકરનો આ વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે સૌથી મોટો પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યો છે.
ભારતનો મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને અત્યારના જમાનામાં ક્રિકેટનો ભગવાન ગણવામાં આવે છે. સચિન તેંડુલકરે પોતાના ક્રિકેટની કારકિર્દી દરમિયાન વન-ડેમાં 18426 અને ટેસ્ટમાં 15921 રન બનાવ્યા છે. જેમાં વન-ડેમાં 49 સદી અને ટેસ્ટમાં 51 સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ અત્યારે સચિનના નામે છે. વિરાટ કોહલી અને શુભમન ગીલ સિવાય દુનિયામાં એક એવો ભયંકર બેટ્સમેન પણ છે જે સચિન તેંડુલકરનો આ 51 સદીનો મોટો વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે. ચાલો જાણીએ આ સ્ટાર ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે આ સ્ટાર બેટ્સમેન બીજું કોઈ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ ક્રિકેટનો સૌથી ખતરનાક બેટ્સમન સ્ટીવ સ્મિથ છે. સ્ટીવ સ્મીથ ટેસ્ટ ક્રિકેટમાં સચિન તેંડુલકરનો 51 સદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે અત્યારે સૌથી મોટો પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં ટેસ્ટમાં 30 સદી ફટકારી છે. સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડને તોડવા હવે તે 22 સદી દૂર છે.
અત્યાર સુધીમાં સ્ટીવ સ્મિથે 96 ટેસ્ટ મેચમાં 59.81ની એવરેજથી 8792 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન સ્ટીવ સ્મિથે 30 સદી અને 37 અર્ધ સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં સદીઓની વાત કરવામાં આવે તો સ્ટીવ સ્મિથ હાલમાં 30 સદી સાથે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ ક્રમાંક પર છે. ત્યાર બાદ ઈંગ્લેન્ડનો ખેલાડી જો રૂટ 29 સદી સાથે બીજા ક્રમે છે અને ભારતનો બેટ્સમેન વિરાટ કોહલી 28 સદી સાથે ત્રીજા નંબર પર છે.