ભારત કે ઓસ્ટ્રેલિયા નહીં પરંતુ આ ટીમ જીતશે વનડે વર્લ્ડ કપ 2023 થઈ મોટી ભવિષ્યવાણી !
હાલ વિશ્વની તમામ ટીમો દ્વિપક્ષીય દેશો વચ્ચે વનડે અને ટેસ્ટ શ્રેણી રમતી જોવા મળી છે. ક્રિકેટનો સૌથી મોટો વનડે વર્લ્ડ કપ આ વર્ષો ઓક્ટોબર થી નવેમ્બર મહિનામાં ભારતમાં યોજાવાનો છે. આ વન ડે વર્લ્ડ કપ 2023 ની સંપૂર્ણ તૈયારીઓ હાલ પૂર જોશમાં શરૂ થઈ ગઈ છે. તમામ ટીમો આ વન-ડે વર્લ્ડ કપ જીતવા માટે તનતોડ મહેનત કરતી જોવા મળી છે.
બીજી તરફ આ વન-ડે વર્લ્ડકપને હજુ સાત મહિનાની વાર છે તે પહેલા જ આ કપની વિજેતાની મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે. કપ શરૂ થાય તે પહેલા ICCની આ મેગા ઇવેન્ટના વિજેતાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. વિજેતાની ભવિષ્યવાણીમાં વિશ્વની બે મહાન દિગ્ગજ ટીમો ઓસ્ટ્રેલિયા અને ભારત નહીં પરંતુ આ ટીમનું નામ લેવામાં આવ્યું છે. ચાલો જાણીએ કઈ ટીમ જીતશે વનડે વર્લ્ડ કપ 2023…
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ આ મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે કહ્યું છે કે આ વખતે આ ટીમ 2023 વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડશે. મીડિયા સાથેની વાતચીતમાં આ મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે ઓસ્ટ્રેલિયા અને ભારત નહીં પરંતુ આ દિગ્ગજ ટીમ આ વર્ષે બનશે વર્લ્ડ કપની વિજેતા.
બ્રેટ લીએ કહ્યું છે કે ઇંગ્લેન્ડ 2023 વર્લ્ડ કપ જીતવા માટે સૌથી મજબૂત દાવેદાર છે. વર્લ્ડ કપમાં ભારતને ભારતમાં જ હરાવવું ઘણું મુશ્કેલ છે પરંતુ ઇંગ્લેન્ડની ટીમ આ વર્ષે ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. t20 વર્લ્ડ કપમાં પણ તેણે ભારતને હરાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયા અને ભારત જેવી મોટી અનુભવી ટીમો પણ ઇંગ્લેન્ડ સામે જુકી પડશે. બ્રેટલીએ વધુમાં કહ્યું છે કે ભારતીય ટીમની બેટિંગ લાઇન ખુબજ જબરજસ્ત જોવા મળી રહી છે. તો બીજી તરફ બોલિંગ લાઈનમાં ઘર આંગણે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને ઘૂંટણીએ બેસાડી શકે છે. પરંતુ ઇંગ્લેન્ડ સામે ટકવું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે.