હાર્દિક-રાહુલ નહીં પરંતુ આ દિગ્ગજ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન, સામે આવ્યું મોટું અપડેટ જાણો…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ ત્રણ મેચોની વનડે સિરીઝ ચાલી રહી છે. આ સીરીઝની બીજી મેચ રવિવારના રોજ રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટ કારમી હાર આપી છે. ત્યારબાદ હવે આ ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ આવતીકાલે ચેન્નાઇ ખાતે રમવાની છે પરંતુ આ પહેલા એક બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેપ્ટન તરીકે હાલ રોહિત શર્મા ફરજ બજાવી રહ્યો છે પરંતુ તેનો આગળનો રસ્તો ઘણો મુશ્કેલ લાગી રહ્યો છે.
આ વર્ષે યોજાનાર વનડે વર્લ્ડ કપ પછી રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રહેશે કે નહીં તે અંગે હાલ મોટી ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે તો બીજી તરફ ટીમ સિલેક્શન કમીટી ટીમ ઇન્ડિયા માટે નવા કેપ્ટનની શોધ કરી રહી છે. 35 વર્ષે રોહિત શર્મા લાંબા સમય સુધી ભારતની કેપ્ટનશીપ કરી શકશે નહીં. આવી સ્થિતિમાં બીસીસીઆઈ ટૂંક સમયમાં ભારતના નવા કેપ્ટનની પસંદગી કરી શકે છે.
રોહિત શર્મા બાદ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન કોણ બનશે તેને લઈને હાલ મોટા સવાલો ઉઠી રહ્યા છે તેવામાં મોટા દિગ્ગજ ક્રિકેટરો અને ક્રિકેટ રસિકો એવું માની રહ્યા છે કે રોહિત શર્મા બાદ હાર્દિક પંડ્યા અને KL રાહુલને નહીં પરંતુ આ અનુભવી યુવા ખેલાડી ભારતીય ટીમનું ભવિષ્ય ગણાય છે તેને જ કેપ્ટન બનાવવો જોઈએ. હાલ T 20 ફોર્મેટમાં હાર્દિક પંડ્યા ભારતની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ટી 20 માં ભારતીય ટીમ સારું પ્રદર્શન બતાવી રહી છે પરંતુ વન-ડે અને ટેસ્ટમાં હાર્દિક પંડ્યા ચાલશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ છેલ્લા ઘણા સમયથી આ યુવા ખેલાડીને કેપ્ટન તરીકે ટ્રેનિંગ આપતી જોવા મળી છે. ભારતીય ટીમનો આ ખેલાડી એટલો ખતરનાક છે કે તેને વિરોધીઓનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે. ચાલો જાણીએ આ સ્ટાર ખેલાડી કોણ છે ?
તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયાનો 23 વર્ષીય સ્ટાર યુવા બેટ્સમેન શુભમન ગીલ જે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, વન ડે અને ટી 20 માં પોતાનું સ્થાન ભારતીય ટીમમાં નિશ્ચિત કરી ચૂક્યો છે. તે ભારતીય ટીમનો આગામી કેપ્ટન બનવા માટે સૌથી મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો છે. BCCI હાલ તેના પર કેપ્ટન તરીકેની ચાંપલી નજર રાખી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે ટૂંક સમયમાં જ તેને ભારતનો આગામી કેપ્ટન જાહેર કરવામાં આવી શકે છે.
રોહિત શર્માનું કરિયર હવે ટૂંક સમયમાં જ સમાપ્ત થવાનું છે. આવી સ્થિતિમાં 23 વર્ષીય યુવા શુભમન ગીલને ભારતીય ટીમની ઓપનિંગની સાથે સાથે કેપ્ટનશીપની મોટી જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે માત્ર 23 વર્ષની ઉંમરે શુભમન ગીલ ટેસ્ટ, વન-ડે અને ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. મોટા દિગ્ગજ ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકો પણ તેને કેપ્ટન બનાવવા માટે સહમત થયા છે.