નિતા અંબાણીએ રૂપિયાનો વરસાદ કરી આ વિસ્ફોટક ખેલાડીને 17.50 કરોડમાં ખરીદી મુંબઇની ટીમને કરી મજબૂત…

ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસ પર ધૂમ મચાવી રહી છે. તો હાલ બીજી તરફ ભારતમાં IPL 2023નું મીની ઓપ્શન કેરલના કોચી ખાતે આજે યોજાયું હતું. Ipl 2023 ની તૈયારીઓ થોડા સમય પહેલા શરૂ થઈ હતી. જેમાં આઈપીએલની તમામ ટીમો દ્વારા રિટર્ન અને રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ આજે ipl 2023 નું ઓપ્શન યોજવામાં આવ્યું હતું. તેમાં તમામ ટીમો દ્વારા ખેલાડીઓને ખરીદવા માટે મોટી બોલી લગાવતી જોવા મળી હતી.

Ipl ની ખૂબ જ સફળ ટીમ મુંબઇ ઇન્ડિયન્સ વિશે વાત કરીએ તો રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ મુંબઇ ઇન્ડિયન્સે અત્યાર સુધીમાં પાંચ ipl ની ટ્રોફી પોતાના નામે કરી છે. પરંતુ ગત વર્ષે નબળી ટીમના કારણે તે ipl 2022ની ટ્રોફી જીતી શકી નહીં. પરંતુ નીતા અંબાણીએ ipl 2023માં મજબૂત ટીમ બનાવવા માટે રૂપિયાનો વરસાદ કર્યો હતો. નીતા અંબાણીએ ઘણા નવા યુવા ખેલાડીઓ ઉપર ખૂબ જ તગડી બોલી લગાવી હતી.

મુંબઇ ઇન્ડિયન્સની ટીમને મજબૂત બનાવવા માટે નીતા અંબાણીએ ઓસ્ટ્રેલિયાના આ સ્ટાર ઓલરાઉન્ડર બેટ્સમેનને 17.50 કરોડમાં ખરીદીને ટીમને ખૂબ જ મજબૂત બનાવી છે. આ સ્ટાર ખેલાડી બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવી રહ્યો છે આ સ્ટાર ખેલાડી ipl 2023 માં મુંબઈ ઈન્ડિયન્સને છઠ્ઠી ટ્રોફી અપાવી શકે છે.

તમને જણાવી દઈએ કે નીતા અંબાણીએ ખૂબ જ તગડી બોલી લગાવીને 17.50 કરોડમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર બેટ્સમેન કેમેરોન ગ્રીનને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. કેમરોન ગ્રીન ટી ટવેન્ટી ફોર્મેટ માં ખુબ જ જોરદાર પ્રદર્શન બતાવી રહ્યો છે. તેણે ભારતીય પીચ પર સૌથી ઝડપી સદી પણ ફટકારી છે. બેટિંગની સાથે સાથે કેમરોન ગ્રીન 142 કરતા પણ વધુ સ્પીડે ઘાતક બોલિંગ કરી શકે છે.

ઓસ્ટ્રેલિયન ટીમમાં કેમરોન ગ્રિને અત્યાર સુધીમાં ખૂબ જ સારું પ્રદર્શન બતાવ્યું છે. યુવા ખેલાડીને ધ્યાનમાં લેતા નીતા અંબાણીએ કેમરોન ગ્રીન ઉપર ખૂબ જ મોટી બોલી લગાવીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આગામી સમયમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી ધૂમ મચાવી શકે છે. ગત વર્ષની સાપેક્ષમાં મુંબઇ ઇન્ડિયન્સ ફરી એક વાર મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *