નિતા અંબાણીએ કર્યો ધડાકો, હાર્દિક બાદ આ ઘાતક બેટ્સમેનને સામેલ કરવાનો લીધો નિર્ણય…
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ઘર આંગણે ટી-20 સિરીઝ રમી રહી હતી. આ સિરીઝ હાલમાં પૂર્ણ થઈ છે. હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટી-20, વનડે અને ટેસ્ટ સિરીઝ રમવાની છે. બીજી તરફ અત્યારથી જ આઇપીએલ 2024ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં તમામ ટીમો દ્વારા રીટેન્શન લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. બીજી તરફ એક અન્ય સમાચાર સામે આવ્યા છે.
મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ તો રોહિતની આગેવાની હેઠળ અત્યાર સુધી તેઓએ પાંચ ટ્રોફી પોતાના નામે કરી છે. તેઓએ અત્યારથી જ આગામી સિઝનની તૈયારીઓ શરૂ કરી છે. હાલમાં તેઓએ હાર્દિક પંડ્યાને ફરી એક વખત પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ટીમ મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત તેઓએ આ ઘાતક બેટ્સમેનને સામેલ કરવાની પણ વાત કરી છે.
તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર હાર્દિક બાદ હવે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ આ ઘાતક બેટ્સમેનને પણ સામેલ કરી રહી છે. તે કોઈ પણ સમયે મેચ પલટો કરી શકે છે. બીજી તરફ હાલમાં તે સારા ફોર્મમાં જોવા મળ્યો છે. ભારત ખાતે યોજાયેલ વર્લ્ડ કપમાં તેણે ઘણી સદી ફટકારી હતી. જેથી તેને કોઈપણ આલેખમાં મુંબઈની ટીમ સામેલ કરશે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન રાચીન રવિન્દ્રને આ વખતે મુંબઈની ટીમ ખરીદી શકે છે. મુંબઈ પાસે હાલમાં 17.50 કરોડ ઉપલબ્ધ છે. બીજી તરફ તેઓને બોલિંગ લાઇન ઘણી મજબૂત છે. આવા કારણોસર હવે બેટ્સમેનને ખરીદવામાં આવશે. આવી સ્થિતિમાં રાચીન રવિન્દ્ર પર તેઓ મોટી બોલી લગાવી શકે છે અને તેને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે.
રાચીન રવિન્દ્ર તાજેતરમાં વર્લ્ડ કપમાં જબરદસ્ત પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. ભારતીય પીચો પર તેણે ઘણા મોટા સ્કોર બનાવ્યા હતા. આઇપીએલની હરાજીમાં દરેક ટીમો તેના પર બોલી લગાવી શકે છે. આ હરાજીનું આયોજન 19 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. આઇપીએલ 2024 બાદ તરત જ ટી-20 વર્લ્ડ કપ રમાવાનો છે. જેથી આઇપીએલ દરેક ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.