નિતા અંબાણીએ કર્યો ધડાકો, રોહિતને હટાવીને આ સ્ટાર ખેલાડીને મુંબઇ ઇન્ડિયન્સનો નવો કેપ્ટન બનાવશે…
T 20 વર્લ્ડ કપ બાદ વિશ્વની તમામ ટીમો દ્વીપક્ષીય દેશો વચ્ચે વનડે સિરીઝ અને ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આગામી વર્ષ આવી રહેલ વન ડે વર્લ્ડ કપ 2023 ને ધ્યાનમાં રાખીને તમામ ટીમો જોરદાર બદલાવો સાથે મોટી તૈયારીઓ કરી રહી છે. વનડે વર્લ્ડ કપ 2023 ને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમમાં પણ ઘણા બદલાવો કરવામાં આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયા એક મજબૂત ટીમ બને તેને લઈને હાલ ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ IPL 2023ની તૈયારીઓ પણ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે.
IPL 2023ની તૈયારીઓમાં તમામ ટીમો દ્વારા થોડા સમય પહેલા પોતાના ખેલાડીઓની યાદીઓ જાહેર કરી હતી. ત્યારબાદ હવે 23 ડિસેમ્બરના રોજ કેરલ ખાતે IPL 2023નું મીની ઓપ્શનનું મોટુ આયોજન કરવામાં આવ્યું છે. આ તૈયારીઓ વચ્ચે મુંબઇ ઇન્ડિયન્સના માલિક નીતા અંબાણીએ મોટો ધડાકો કર્યો છે. નીતા અંબાણીએ MIના કેપ્ટન તરીકે રોહિત શર્માને હટાવીને આ સ્ટાર ખેલાડીને બનાવવાનું નક્કી કર્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા હતો. રોહિત શર્માની કેપ્ટન શિપ હેઠળ MI એ અત્યાર સુધીમાં IPLની પાંચ ટ્રોફી જીતી છે. રોહિત શર્મા કેપ્ટનશીપની સાથે સાથે બેટિંગ લાઇનમાં પણ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવતો હતો પરંતુ ઉંમર વધવાને કારણે તે ખરાબ ફોર્મમાં જોવા મળી રહ્યો છે જેને કારણે નીતા અંબાણીએ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે રોહિત શર્માને હટાવીને ઈશાની કિશનને નવો કેપ્ટન બનાવશે તેવા સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યા છે.
મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં ઘણા નવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે. ટીમના કેપ્ટનને લઈને હાલ નીતા અંબાણી સૌથી મોટો નિર્ણય લઇ રહી છે. આ સમગ્ર નિર્ણય વિશે હાલ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં જ મુંબઈ ઇન્ડિયનના નવા કેપ્ટન તરીકે ઈશાન કિશાનની મોટી જાહેરાત થઈ શકે છે. ભારતીય ખેલાડી માટે આ એક સારા સમાચાર ગણી શકાય.
મુંબઇ ઇન્ડિયન્સે ગયા વર્ષે IPLના મેગા ઓપ્શનમાં સૌથી મોટી બોલી લગાવીને ઈશાન કિશનને ખરીદ્યો હતો. ઈશાન કિશન હાલ ipl ની સાથે ટીમ ઇન્ડિયા પણ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવી રહ્યો છે. કિશને બેવડી સદી પણ ફટકારી છે. તો આ સાથે જ IPL માં પણ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવતો હોય છે. જેને કારણે મુંબઇ ઇન્ડિયન્સની મેનેજમેન્ટ ટીમે ઈશાન કિશનનું નામ કેપ્ટન તરીકે નોંધાવ્યું છે.