નવો બોલ, ઇન-સ્વિંગ અને ક્લીન બોલ્ડ, વીડિયો જોયા પછી તમે પણ આ 32 વર્ષના ફાસ્ટ બોલર માટે વાહ વાહ કરશો..-જુઓ વિડિયો…
હાલ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટેસ્ટ ક્રિકેટ ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં સારી લીડ મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસે ચાર વિકેટ ગુમાવી 598 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમએ 283 રન બનાવીને સમગ્ર ટીમ ઓલ આઉટ થઈ હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની ટીમે બે વિકેટ ગુમાવીને 282 રને પોતાનો બીજો દાવ ડિકલેર કર્યો હતો.
ત્યારબાદ વેસ્ટ ઇન્ડીઝને 498 રનનો મોટો ટાર્ગેટ સોપ્યો હતો. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે મિશેલ સ્ટાર્કએ પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં વિરોધી ટીમના વિકેટકીપર બેટ્સમેન જોશુઆ દા સિલ્વાની જોરદાર વિકેટ લીધી હતી.
મિશેલ સ્ટાર્કએ નવા બોલને એવી રીતે ઈન સ્વિમિંગ ખવડાવ્યો હતો કે બેટ્સમેન ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. બેટ્સમેન પણ આ ઇનસ્પિંગ બોલને સમજી શક્યો નહીં, ક્લીન બોલ્ડ થઈને પેવેલિયન ભેગો થયો હતો. આ મેચમાં મિશેલ સ્ટાર્કએ મહત્વની ત્રણ વિકેટો ઝડપી હતી. પ્રથમ ઇનિંગ્સમાં પોતાની ઘાતક બોલીથી તેણે ધમાલ મચાવી હતી. આ પ્રથમ દાવમાં તેણે 22 ઓવરમાં ફક્ત 51 આપીને સૌથી મોટી ત્રણ વિકેટો પોતાના નામે કરી હતી.
32 વર્ષના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કની ઘાતક બોલીંગ જોઈને સૌ કોઈ દંગ રહી ગયા છે. બોલને ઇન-સ્વિંગ કરાવીને ક્લીન બોલ્ડ કરવાની તેની કળા ખૂબ જ અદભુત છે. અદભુત કળાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અને તેના ચાહકો આ વિડીયા પર ખૂબ જ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વિડીયો લાખો લોકોએ જોયો છે. તમે પણ જુઓ આ વિડીયો…