બીજી ટેસ્ટ માટે 17 સભ્યોની નવી ભારતીય ટીમની જાહેરાત, આ સ્ટાર ખેલાડીની થઈ ફરી એન્ટ્રી, જાણો કોને મળ્યું સ્થાન….

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 4 મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ નાગપુર ખાતે શનિવારે પૂર્ણ થઈ છે. જેમાં ભારતે એક ઇનિંગ્સ અને 132 રને ભવ્ય વિજય મેળવ્યો છે. ત્યારબાદ હવે બીજી ટેસ્ટ મેચ દિલ્હી ખાતે 17 ફેબ્રુઆરીના રોજ રમવાની છે. પ્રથમ મેચમાં ભવ્ય વિજય બાદ બીજી ટેસ્ટ મેચ માટે તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા નવી 17 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી છે. બીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમ વધુ મજબૂત સ્થિતિમાં જોવા મળી શકે છે.

તમને જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતને બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતવી ખૂબ જ અગત્યની છે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા ટીમ સામે 4-1 અથવા 4-0 થી તેને હરાવવામાં સફળ રહેશે. તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનું ફાઇનલમાં પહોંચવું નક્કી થઈ જશે. જેને કારણે પ્રથમ મેચમાં જીત બાદ પણ બીજી ટેસ્ટ મેચમાં બદલાવો સાથે નવી ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

રોહિત શર્માની કેપ્ટન શિપ હેઠળ ભારતીય ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. જેના કારણે બીજી ટેસ્ટ મેચમાં પણ રોહિત શર્માને ટીમની કેપ્ટન શીપ સોંપવામાં આવી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ટીમ ઇન્ડિયામાં ઘણા દિગ્ગજ ખેલાડીઓને પરત લાવવામાં આવ્યા છે. અને ઘણા નવા યુવા ખેલાડીઓને રમવા માટેની સુનેરી તક આપવામાં આવી છે.

BCCI ના પસંદગીકારોએ આ બીજી ટેસ્ટ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જેમાં શ્રેયસ ઐયરને પણ તક મળી છે. વધુમાં પ્રથમ ટેસ્ટ મેચમાં જ રવિન્દ્ર જાડેજાએ પોતાના ફોર્માં જોરદાર વાપસી કરી છે. BCCIએ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ માટે જાહેર કરેલ નવી ભારતીય ટીમ :

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *