બાંગ્લાદેશ સામેની વન-ડે સિરીઝ માટે નવી 17 સભ્યોની ભારતીય ટીમની થઈ જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું…

ટીમ ઇન્ડિયા છેલ્લા 10 દિવસથી ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ત્રણ મેચની T 20 સિરીઝ પૂર્ણ થઈ છે. જેમાં ટીમ ઇન્ડિયાએ 1-0 થી ભવ્ય જીત મેળવે હતી. ત્યારબાદ હવે ત્રણ મેચોની વન-ડે સિરીઝ શરૂ થઈ છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પૂર્ણ થતાની સાથે જ ટીમ ઇન્ડિયા ડિસેમ્બરમાં સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશ પ્રવાસ પર ત્રણ મેચોની વન-ડે સિરીઝ અને ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ રમવા જવાની છે.

થોડા સમય પેહલા બીસીસીઆઈ દ્વારા બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ મેચોની વન-ડે સિરીઝ માટે 17 સભ્યોની ટીમ ઇન્ડિયાની મોટી જાહેરાત કરવામાં આવી હતી. ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ 4 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ પ્રવાસમાં પ્રથમ ત્રણ મેચોની વન-ડે સિરીઝ 4 થી 10 ડિસેમ્બરની વચ્ચે રમાશે. બાંગ્લાદેશ સામેની આ વન્ડે સિરીઝ માટે કેપ્ટનનો ભાર ફરી એકવાર રોહિત શર્માના ખભા પર મૂકવામાં આવ્યો છે.

બાંગ્લાદેશ સામેની આ સિરીઝમાં વાઈસ કેપ્ટન તરીકેની મોટી જવાબદારી કેલ રાહુલને સોંપવામાં આવી છે. T20 વર્લ્ડ કપ પછી ફરી એક વાર રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આ વનડે સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા નવી 17 સભ્યોની ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. જેમાં રવિન્દ્ર જાડેજાને ગંભીર ઇજાઓને કારણે આ સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ સીરીઝમાં કોને સ્થાન મળ્યું અને કોનું પત્તું કપાયું.

આ વનડે સિરીઝ માટે મુખ્ય બેટ્સમેનો પર એક નજર કરીએ તો રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી જેવા મોટા સ્ટાર ખેલાડીઓનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે ફરી એકવાર રીષભ પંથ અને ઈશાન કિશનને મોટું સ્થાન આપવામાં આવ્યું છે. આ ખેલાડીઓને બેટિંગની સંપૂર્ણ જવાબદારી તેને સોંપવામાં આવી છે.

ટીમ ઇન્ડિયાની બોલિંગ લાઈન વિશે નજર કરીએ તો વોશિંગ્ટન સુંદર અને શાબાશ અહેમદને ઓલ રાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. વધુમાં બોલરો તરીકે અક્ષર પટેલ શાર્દુલ ઠાકોર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દિપક ચેહર, યશ દયાલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

બાંગ્લાદેશ સામેની વન-ડે સિરીઝ માટે 17 સભ્યોની ટીમ આ પ્રમાણે છે : રોહિત શર્મા (C), કેએલ રાહુલ (vc), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (wk), ઇશાન કિશન (wk), શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર , મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, યશ દયાલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *