MS ધોનીએ IPL 2023 પહેલા મચાવી તબાહી, નેટ પ્રેક્ટિસ દરમિયાન ફટકાર્યા ખતરનાક શોર્ટ… – જુઓ વિડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક તરફ ચાર મેચોની ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે. તો બીજી તરફ IPL 2023ની તૈયારીઓ પણ પૂરજોશમાં જોવા મળી રહી છે. IPL 2023નું મીની ઓપ્શન થોડા સમય પહેલા કેરલના કોચી ખાતે યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ બીસીસીઆઈ દ્વારા IPL 2023 નું તમામ મેચોનું શિડ્યુલ પણ બહાર પાડવામાં આવ્યું હતું. આ વર્ષે IPLની તમામ ટીમોને બે અલગ અલગ વિભાગોમાં વહેંચવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે IPL 2023 ની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમવાની છે. આ બંને ટીમો હાલ નેટ પ્રેક્ટિસ કરતી જોવા મળી છે. જેમાં ચેન્નાઈ સુપરકિંગની વાત કરવામાં આવે તો ટીમનો સ્ટાર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ નેટ પ્રેક્ટિસમાં તબાહી મચાવતો જોવા મળ્યો હતો.
મહેન્દ્રસિંહ ધોનીની આ છેલ્લી IPL ગણી શકાય છે. ત્યારબાદ તે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરવા જઈ રહ્યો છે. મહેન્દ્રસિંહ ધોનીના ફેન ipl 2023ની રાહ જોઈને બેઠા છે. તેવામાં તેના માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. મહેન્દ્રસિંહ ધોની આ વર્ષે બેટિંગમાં ખૂબ જ આક્રમક જોવા મળી શકે છે.
Ipl 2023 શરૂ થાય તે પહેલા જ મહેન્દ્રસિંહ ધોનીના બેટથી શાનદાર શોર્ટનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. મહેન્દ્રસિંહ ધોનીની આગેવવાની હેઠળ ચેન્નાઇ સુપર કિંગ્સે અત્યાર સુધીમાં ચાર આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરી છે. વર્ષ 2023ની ipl ટ્રોફી પણ ચેન્નઈ સુપર કિંગ્સ જીતી શકે છે.
31 વર્ષની ઉંમરે એમ એસ ધોની લાજવાબ શોર્ટ ફટકારતો જોવા મળ્યો છે. એમ એસ ધોનીના આ શોર્ટનો એક વિડીયો હાલ વાયુવેગે વાયરલ થયો છે. આ વિડીયો જોઈને ચાહકો પણ ખુશ ખુશાલ થઈ ચૂક્યા છે. જુઓ આ વિડીયો…