MS ધોનીએ કહ્યું- યુવરાજ કરતા પણ ઘાતક લાગી રહ્યો છે આ ખેલાડી, જો સતત સ્થાન મળશે તો ટી-20 વર્લ્ડ કપમાં અપાવશે જીત…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં 5 મેચોની ટી-20 સીરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની છેલ્લી અને પાંચમી મેચ આજે બેંગ્લોર ખાતે રમાવાની છે. હાલમાં તમામ ખેલાડીઓ બેંગ્લોર ખાતે આવી પહોંચ્યા છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. બીજી તરફ હાલમાં મહેન્દ્રસિંહ ધોની એક મહત્વનું નિવેદન પણ આપ્યું છે.
છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. વનડે વર્લ્ડ કપમાં હાર મળ્યા બાદ હવે ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ફિનિશરની વાત કરીએ તો અત્યાર સુધી યુવરાજ અને ધોની જેવા ખેલાડીઓ ઘણો મહત્વનો ફાળો ભજવી ચૂક્યા છે. તેઓના ગયા બાદ ટી-20 ફોર્મેટમાં હજુ સુધી કે સેટ થયું નથી. હાલમાં જ બાબતે ધોનીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે.
મહેન્દ્રસિંહ ધોનીએ તાજેતરમાં જણાવ્યું હતું કે આ ભારતીય ખેલાડી આગામી સમયમાં મોટા રેકોર્ડ તોડી શકે છે. બીજી તરફ ટી-20 વર્લ્ડ કપમાં પણ તે જીત પણ અપાવી શકે છે. તે કોઈ પણ સમયે મેચ પલટો કરવા માટે જાણીતો છે. આ ઉપરાંત દરેક મેચમાં પણ તેણે પોતાની ઝલક દેખાડી હતી. આઇપીએલમાં પણ તે સારું પ્રદર્શન કરી ચૂક્યો છે. તો ચાલો જાણીએ આ ભારતીય ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીએ તાજેતરમાં રીન્કુ સિંહની બેટિંગ વિશે ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું હતું કે રીન્કુ આવતાની સાથે સારી સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે અને ટીમને છેલ્લી ઘડીએ પણ જીત અપાવી રહ્યો છે. તે પહેલેથી ફિનિશર તરીકે સફળ સાબિત થયો છે. તેનામાં મુશ્કેલીની સ્થિતિમાં પણ સારી બેટીંગ કરવાની આવડત રહેલી છે. જેથી મહત્વપૂર્ણ રહી શકે છે.
મહેન્દ્રસિંહ ધોનીએ વધુમાં જણાવ્યું કે રીન્કુ સિંહ આગામી ટી-20 વર્લ્ડ કપમાં મજબૂત ફિનિશર તરીકે સફળ રહી શકે છે. યુવરાજના ગયા બાદ દિનેશ કાર્તિકને અજમાવવામાં આવ્યો હતો પરંતુ હાલમાં તેની ચર્ચા ચાલી રહી નથી. જેથી હવે રીન્કુને પ્રાથમિકતા મળી શકે છે. તે ખરેખર યુવા તરીકે આગામી સમયમાં ઘણું સારું પ્રદર્શન કરી શકે છે અને મજબૂત કરિયર બનાવી શકે છે.