આતો MS ધોનીનો પણ બાપ નીકળ્યો, ટી-20 વર્લ્ડ કપમાં 100% અપાવશે જીત…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં પાંચ મેચોની ટી-20 સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની ચોથી મેચ ગઈકાલે રાયપુર ખાતે રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને જીત મેળવી હતી. આ સાથે જ આ સિરીઝમાં પણ જીત મેળવી છે. હવે આવતીકાલે છેલ્લી પાંચમી મેચ રમાવાની છે. આ મેચ ઘણી મહત્વની રહેશે. આ ઉપરાંત હાલમાં એક અન્ય સમાચાર આવ્યા છે.
સૂર્યકુમાર દરેક મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓની અદલા બદલી કરતો જોવા મળ્યો છે. તેના કારણે હાલમાં બેટિંગ અને બોલીંગ બંને લાઇન ઘણી મજબૂત જોવા મળી છે. અત્યાર સુધી મહેન્દ્રસિંહ ધોની ભારતીય ટીમમાં મજબૂત ફિનિશર તરીકે ઘણી મોટી જવાબદારી નિભાવતો હતો. તેના ગયા બાદ હજુ સુધી કોઈ ખેલાડી સેટ થયો નહોતો પરંતુ હાલમાં આ સ્ટાર ખેલાડીએ ફિનિશર તરીકે ધમાલ મચાવી છે.
આગામી ટી-20 વર્લ્ડ કપ પહેલા જો આ ખેલાડીને સતત સ્થાન આપવામાં આવશે તો તે ધોનીની જેમ ભારતીય ટીમને મજબૂત ફિનિશર તરીકે જીત અપાવી શકે છે. તે કોઈપણ સમયે ગેમ પલટો કરી શકે છે. બીજી તરફ તે દરેક મેચમાં શાનદાર બેટિંગ કરતો જોવા મળ્યો છે. તેના નામે અત્યાર સુધી ઘણા રેકોર્ડ પણ છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય ફિનિશર કોણ છે.
તમને જણાવી દઈએ કે હાલમાં ભારતીય સ્ટાર ફિનિશર રીન્કુ સિંહે ધમાલ મચાવી છે. ગઈકાલે ચોથી મેચમાં તેણે 29 બોલમાં 46 રન બનાવ્યા હતા. આ પહેલા દરેક મેચમાં તેણે મોટા સ્કોર બનાવ્યા છે. તે ટી-20 ફોર્મેટનો બાદશાહ કહેવાય છે. તે ધોનીની જેમ ફિનિશર તરીકે ઘણી મોટી જીત અપાવી રહ્યો છે. આઇપીએલ 2023માં પણ તેણે કોલકાતાની ટીમને ફિનિશર તરીકે જીત અપાવી હતી.
રીન્કુ સિંહ હાલમાં એક નવા ઉભરતા સિતારા તરીકે ઘણી સારી બેટીંગ કરતો જોવા મળ્યો છે. જો તેને સતત સ્થાન આપવામાં આવશે તો તે ટી-20 વર્લ્ડ કપમાં પણ ધમાલ મચાવતો જોવા મળશે. અત્યારથી જ વર્લ્ડ કપના બેકઅપ ઓપ્શન પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આઇપીએલ 2024 દરેક ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થવાની છે.