મોહમ્મદ શમી ઇજાને કારણે બાંગ્લાદેશ સામેની વનડે સીરીઝ માંથી થયો બહાર, તેના સ્થાને આ સ્ટાર યુવા ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી…
ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશ પ્રવાસ પર પહોંચી છે. ત્યાં ત્રણ મેચોની વનડે સિરીઝ અને બે મેચોની ટેસ્ટ શ્રેણી રમવાની છે. બાંગ્લાદેશ સામે 4 ડિસેમ્બરથી એટલે કે આવતીકાલથી વનડે સિરીઝની શરૂઆત થઈ રહી છે. ટીમ ઇન્ડિયાના તમામ સિનિયર ખેલાડીઓ જેવા કે રોહિત શર્મા, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ આરામ ઉપર હતા. પરંતુ હવે આ વનડે સિરીઝમાં ફરી તેની વાપસી કરવામાં આવી છે.
સમગ્ર ટીમ હાલ વર્ષ 2023માં આવી રહેલ વન ડે વર્લ્ડ કપને લઈને તૈયારી કરતી જોવા મળે છે. આ વર્ષે દ્વિપક્ષીય દેશો વચ્ચે સૌથી વધારે વનડે સિરીઝ રમવાનો પ્રયત્ન ટીમ ઇન્ડિયા કરશે. પરંતું બાંગ્લાદેશ સામેની આ વનડે સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયાનો ફાસ્ટ અને મેચ વીનર બોલર મોહમ્મદ શમી ગંભીર ઈચ્છાઓને કારણે આ સમગ્ર સિરીઝમાંથી બહાર થયો છે.
રિપોર્ટ અનુસાર તમને જણાવી દઈએ કે પ્રેક્ટિસ સેશન દરમિયાન મોહમ્મદ સમી ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. પ્રેક્ટિસ દરમિયાન તેના હાથમાં ભારે ઇજાઓ પહોંચી છે. જેના કારણે તે આગામી સિરીઝ રમી શકે તેમ નથી. જેને કારણે આ ત્રણ મેચોની વનડે સિરીઝમાંથી તેને બહાર કરવામાં આવ્યો છે. તેના સ્થાને ઉમરાન મલિકને યુવા સ્ટાર ખેલાડી તરીકે ટીમમાં મોટી તક આપવામાં આવી છે.
મોહમ્મદ શમીને વનડે સિરીઝનો ખૂબ જ ઊંડો અનુભવ પણ છે પરંતુ ઇજાને કારણે તે બહાર થયો છે. હાલ બીસીસીઆઇ દ્વારા તેના રિપ્લેસમેન્ટની મોટી જાહેરાત કરવામાં આવી છે. તેના સ્થાને ઉમરાન મલિકને ટીમમાં મોટી તક આપવામાં આવી છે. ઉમરાન મલિક આ વનડે સિરીઝની ત્રણય મેચોની પ્લેઇંગ ઇલેવનમાં પણ પોતાનું સ્થાન બનાવી શકે તેમ છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ઉમરાન મલિક ખૂબ જ જોરદાર ફોર્મમાં જોવા મળ્યો હતો.
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ઉમરાન મલિકે તમામ મેચોમાં મહત્વની વિકેટો ઝડપી હતી. તો આ સાથે જ વન-ડે ફોર્મેટમાં પણ તેને એક યુવા ખેલાડી તરીકે સારો અનુભવ પણ છે. તે આગામી સિરિઝમાં સારામાં સારું પ્રદર્શન દેખાડીને ટીમમાં કાયમી સ્થાન બનાવી શકે છે. ટીમ ઇન્ડિયામાં ફરી એકવાર મોટા બદલાવો કરવામાં આવી રહ્યા છે. ઘણા નવા યુવા ખેલાડીઓને ટીમનું ભવિષ્ય માનીને મોટી તક આપવામાં આવી રહી છે.