મોહમ્મદ સિરાજે ટ્રેવિસ હેડને પહેલી જ ઓવરમાં એવી રીતે કર્યો ક્લીન બોલ્ડ કે સ્ટમ્પ ઉડીને પડ્યું 20 ફૂટ દૂર… – જુઓ વિડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ પૂર્ણ થયા બાદ આજથી એટલે કે 17 માર્ચથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ત્રણ મેચોની વનડે સિરીઝની શાનદાર શરૂઆત થઈ છે. જેમાં ભારતીય સ્ટાર કેપ્ટન હાર્દિક પંડ્યાએ પ્રથમ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને ઓસ્ટ્રેલિયન ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી છે.
વનડે વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને ટીમ ઇન્ડિયામાં ઘણા મોટા બદલાવો કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ટીમ ઇન્ડિયાનો સ્ટાર કેપ્ટન રોહિત શર્મા કેટલાક પારિવારિક કારણોને કારણે પ્રથમ મેચ માંથી બહાર છે. જેને કારણે પ્રથમ મેચ દરમિયાન ભારતીય ટીમની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યા સંભાળતો જોવા મળ્યો છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ હાલ ભારતીય ટીમ સારા ફોર્મમાં જોવા મળી રહી છે.
મેચ શરૂ થતાની સાથે જ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયન ટીમ ઉપર દબદબો બનાવ્યો હતો. બીજી ઓવર નાખવા માટે ટીમ ઇન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર મહંમદ સિરાજ ક્રિઝ ઉપર આવ્યો હતો. મોહમ્મદ સિરાજની આ પ્રથમ ઓવર હતી. તેણે પ્રથમ ઓવરના છઠ્ઠા બોલ ઉપર ટ્રેવિસ હેડને દિવસે તારા દેખાયા હતા.
મોહમ્મદ સિરાજે ટ્રેવિસ હેડને એવી રીતે ક્લીન બોલ્ડ કર્યો હતો કે સ્ટપ ઉડીને 20 ફૂટ દૂર પડ્યું હતું. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેની આ વિકેટની ભારે ચર્ચાઓ થઈ રહી છે. મોહમ્મદ સિરાજ ફરી એકવાર પોતાના અંદાજમાં જોવા મળ્યો છે.
મોહમ્મદ સિરાજના ઘાતક બોલને ટ્રેવિસ હેડ સમજી શક્યો ન હતો અને પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. જેના કારણે ફરી એકવાર તે સોશિયલ મીડિયા પર ચર્ચા નો વિષય બન્યો છે અને તેનો આ વિકેટ લેતો વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે bcci પણ આ વિડીયો પોતાના ઓફિશિયલ પેજ પર શેર કર્યો છે. જુઓ વિડિયો…