મોહમ્મદ સિરાજે બુલેટની ઝડપે બોલ ફેંકી SL બેટ્સમેનને મિડલ સ્ટમ્પ ઉખેડીને કર્યો ક્લીન બોલ્ડ…-જુઓ વીડિયો
ભારતના ઘર આંગણે શ્રીલંકા સામે ત્રણ મેચોની વનડે સિરીઝ ચાલી રહી છે. જેની બીજી મેચ 12 જાન્યુઆરીના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમા ભારતે શાનદાર પાંચ વિકેટે ભવ્ય જીત મેળવી છે. આ જીત મળતાની સાથે જ ભારતે સમગ્ર સિરીઝમાં 2-0થી મોટી લીડ પ્રાપ્ત કરી છે. આ સિરીઝની આગામી અંતિમ નિર્ણાયક મેચ 15 જાન્યુઆરીના રોજ રમાવાની છે. ટીમ ઇન્ડિયા આ સમગ્ર સીરીઝમાં શ્રીલંકાને ક્લીન સ્વિપ આપી શકે છે.
વનડે સિરીઝની બીજી મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ભારતીય ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. શ્રીલંકન ટીમે પ્રથમ બેટિંગ કરીને 39.4 ઓવરમાં 215 રન બનાવીને સમગ્ર ટીમ ઓલ આઉટ થઈ હતી. આ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોની સાથે બોલરોએ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું છે.
બીજી વન-ડે મેચ દરમિયાન ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શ્રીલંકન ટીમની બેટિંગનો નાશ કર્યો હતો. આ મેચ દરમિયાન સિરજે 30 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી હતી. આ મેચ દરમિયાન મોહમ્મદ સિરાજ ખૂબ જ ઘાતક બેટિંગ કરતો જોવા મળ્યો. આ મેચમાં મોહમ્મદ સીરાજે શ્રીલંકાની પ્રથમ વિકેટ ઝડપી હતી. 29 રન પર મોહમ્મદ સિરાજ છઠ્ઠી ઓવરમાં બુલેટ ની ઝડપે એક બોલ ફેક્યો હતો.
આ બોલે શ્રીલંકન ખેલાડીના હોશ ઉડાડી દીધા હતા. અને સીધો મિડલ સ્ટોપ ઉખેડી શાનદાર ક્લીન બોલ્ડ કર્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ શાનદાર વિકેટનો વિડીયો ખુદ BCCI દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ હેડલાઇન્સ બનતો જોવા મળ્યો છે. જુઓ આ ઘાતક વિકેટનો વિડીયો….