મોહમ્મદ શમીનું કપાયું પત્તું, સૂર્યકુમારે રાતોરાત આ સ્ટાર બોલરને આપ્યું સ્થાન…

આવતીકાલે વિશાખાપટ્ટનમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાવાની છે. 5 મેચોની ટી-20 સિરીઝ 23 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી ભારતના ઘર આંગણે રમાવાની છે. હાલમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓ વિશાખાપટ્ટનમ ખાતે આવી પહોંચ્યા છે. બીજી તરફ સૂર્યકૂમાર યાદવે કેપ્ટન તરીકે એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત પણ કરી છે.

રોહિત અને હાર્દિક ન હોવાના કારણે આ સિરીઝમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી બોલિંગ લાઇનને મજબૂત બનાવવા માટે મોહમ્મદ શમી જેવા ખેલાડીઓને મેદાને ઉતારવામાં આવ્યા હતા પરંતુ હવે ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ફરી એક વખત બદલાવો થયા છે. આવી સ્થિતિમાં મોહમ્મદ શમીને બહાર કરીને સૂર્યકૂમારે રાતોરાત આ ખેલાડીને સ્થાન આપ્યું છે.

સૂર્યકુમારે હાલમાં જ કેપ્ટન બનતા આ સ્ટાર બોલરને ટીમમાં સામેલ કર્યો છે. અત્યાર સુધી તે ટી-20 ફોર્મેટમાં ઘણી વિકેટો લઈ ચૂક્યો છે અને દબાણ બનાવવામાં પણ સફળ રહ્યો છે. તેનામાં પહેલેથી બુમરાહની ઝલક જોવા મળી છે. આવી સ્થિતિમાં યોર્કર તરીકે તે ખૂબ જ સફળતા અપાવી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સુપર સ્ટાર બોલર કોણ છે.

તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમીની ગેરહાજરીમાં હાલમાં અર્શદીપ સિંહને સામેલ કરવામાં આવ્યો છે. અર્શદીપ પહેલેથી યોર્કર બોલર તરીકે સફળતા અપાવતો જોવા મળ્યો છે. તેનામાં અન્ય ઘણી આવડત પણ રહેલી છે. બીજી તરફ આખરી ઓવરમાં તે ખૂબ જ ઓછા રન આપવા માટે જાણીતો છે. ટી-20 ફોર્મેટમાં આ એક મજબૂત પાસો ગણી શકાય છે. જેથી અર્શદીપને હાલમાં તાત્કાલિક સ્થાન મળ્યું છે.

અર્શદીપ ઉપરાંત આ સિરીઝમાં આવેશ ખાન અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. બીજી તરફ ફાસ્ટ બોલર મુકેશ કુમારને પણ સ્થાન આપવામાં આવ્યું છે. સૂર્યકુમાર આ તમામ મેચોમાં યોગ્ય કોમ્બિનેશન કરશે અને આગામી વર્લ્ડકપ માટે મજબૂત બેકઅપ તૈયાર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *