મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી એક સાથે આ 6 દિગ્ગજ બોલરોને પાછળ છોડી બનાવ્યો મોટો રેકોર્ડ…
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ત્રણ મેચોની વનડે સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝની બીજી મેચ શનિવારે રાયપુર ખાતે રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે 8 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. આ મેચ દરમિયાન ભારતીય ટીમના બોલરોએ ખૂબ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડ સામે શાનદાર બોલિંગ કરીને મોટો ઈતિહાસ રચ્યો છે.
ન્યૂઝીલેન્ડ સામેની આ બીજી વન-ડે મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોચ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ન્યૂઝીલેન્ડ ટીમને બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ન્યૂઝીલેન્ડ ટીમે પ્રથમ બેટિંગ કરીને ફક્ત 34.3 ઓવરમાં 108 રન બનાવીને સમગ્ર ટીમ થઈ હતી. આ મેચમાં ભારતીય બોલરોએ ન્યૂઝીલેન્ડ સામે દબદબો બનાવ્યો હતો. જેમાં મોહમ્મદ શમીએ ત્રણ મહત્વની વિકેટો ઝડપી હતી.
મોહમ્મદ શમીએ આ મેચ દરમિયાન ખૂબ જ ઘાતક બેટિંગ દર્શાવી હતી. જેને કારણે આ મેચ દરમિયાન તેણે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડના ત્રણ મોટા બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યો હતો. તેણે પ્રથમ ઓવરમાં ફીન એલનને ક્લીન બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ સાતમી ઓવરમાં ડેરીલ મિશેલ પોતાના જ બોલ પર શાનદાર કેચ આઉટ થયો હતો. આ ઉપરાંત માઈકલ બ્રેસવેલને પોતાનો ત્રીજો શિકાર બનાવ્યો હતો.
ન્યૂઝીલેન્ડ સામે આ ત્રણ મહત્વની વિકેટ ઝડપીને મોહમ્મદ શમી વનડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો 10મો ભારતીય બોલર બની ગયો છે. મોહમ્મદ શમીએ 87 વનડે મેચમાં 159 વિકેટ ઝડપી છે. આ મામલે શમીએ પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા અને મનોજ પ્રભાકરને પાછળ છોડી દીધા છે. જણાવી દઈએ કે વનડે ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપવાનો આ રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે. કુંબલેએ 271 વનડે મેચમાં 337 વિકેટ લીધી છે.
વનડે ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે મોહમ્મદ શમી 67માં સ્થાન પર છે. તેણે ન્યુઝીલેન્ડ સામે 3 વિકેટ લેતાની સાથે જ આ 6 દિગ્ગજ બોલરોને પાછળ છોડી દીધા હતા. જેમાં ભારતના આશિષ નેહરા (157 વિકેટ), ઈંગ્લેન્ડના ક્રિસ વોક્સ (157), ભારતના મનોજ પ્રભાકર (157), વેસ્ટ ઈન્ડિઝના માલ્કમ માર્શલ (157), પાકિસ્તાનના શોએબ મલિક (158) અને રિચર્ડ હેડલી (158) સામેલ છે.