મેથ્યુ વેડે કહ્યું- રવિન્દ્ર જાડેજા કરતા પણ ઘાતક છે આ ખેલાડી, જો સતત સ્થાન મળશે તો ટી-20 વર્લ્ડ કપમાં મચાવશે ધમાલ…
ગઈકાલે બેંગ્લોર ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી ટી-20 મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે 6 રને વિજય મેળવ્યો છે અને આ સિરીઝમાં 4-1થી જીત મેળવી છે. ભારતીય ટીમની બોલિંગ લાઈન અને બેટિંગ લાઇન ઘણી મજબૂત જોવા મળી છે. મેચ પૂર્ણ થયા બાદ મેથ્યુ વેડે એક મહત્વપૂર્ણ બાબત જણાવી હતી.
સંપૂર્ણ મેચની ટૂંકમાં ચર્ચા કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 160 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે આખરી ક્ષણ સુધી બેટિંગ કરીને માત્ર 154 રન બનાવ્યા હતા. જેથી ભારતને જીત મળી છે. આ મેચમાં ભારતીય ટીમના બોલરોએ ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. મેચ પૂર્ણ થયા બાદ મેથ્યુ વેડે મેચ આ ભારતીય બોલરના ખૂબ જ વખાણ કર્યા હતા
મેથ્યુ વેડે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે આ ખેલાડી રવિન્દ્ર જાડેજા કરતા પણ ઘાતક બોલીંગ કરી રહ્યો છે. જો તેને સતત સ્થાન આપવામાં આવશે તો તે ટી-20 વર્લ્ડ કપમાં ધમાલ મચાવતો જોવા મળી શકે છે. હાલમાં તેની બોલિંગ સામે અમે ઘણી મુશ્કેલી અનુભવતા જોવા મળ્યા હતા. તે ઘણી વિકેટો પણ લઈ રહ્યો હત. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે મેથ્યુ વેડે મેચ પૂર્ણ થયા બાદ રવિ બિશ્નોઇની બોલિંગ વિશે ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું હતું કે રવિએ આજે પોતાની 4 ઓવર દરમિયાન 29 રન આપ્યા હતા અને 2 મહત્વની વિકેટ લીધી હતી. આ સિરીઝમાં તેણે ટોટલ 9 વિકેટ લીધી છે. તે પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બન્યો છે. તે દરેક મેચમાં સારું પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. જેના કારણે ભારતને ઘણો ફાયદો થયો છે.
મેથ્યુ વેડે વધુમાં જણાવ્યું કે રવિ હાલમાં ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વનો સાબિત થઈ રહ્યો છે. જો તેને સતત સ્થાન મળશે તો તે વર્લ્ડકપ પણ જીતાડી શકે છે. હાલમાં જાડેજા માટે તે ખતરો સાબિત થયો હોય તેવું કહી શકાય છે. બીજી તરફ અક્ષર પણ ઘણું સારું પ્રદર્શન કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ તમે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ટી-20 સિરીઝ રમવાની છે.