મેથ્યુ વેડે કહ્યું- અર્શદીપ નહી પરંતુ આ ગુજરાતી ખેલાડી અમારા માટે બન્યો હારનું કારણ…
ગઈકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગ્લોર ખાતે પાંચમી અને છેલ્લી ટી-20 મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે આખરી ક્ષણે 6 રને મોટી જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયન ટીમને ફરી એક વખત મોટો ફટકો પડ્યો છે. આ સાથે જ ભારતીય ટીમ આ સિરીઝમાં 4-1થી જબરદસ્ત જીત મેળવી છે. મેચ પૂર્ણ થયા બાદ કેપ્ટન મેથ્યુ વેડે એક મહત્વનું નિવેદન આપ્યું છે.
સંપૂર્ણ મેચની વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 8 વિકેટે 160 રનનો નાનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે ફક્ત 154 રન બનાવ્યા હતા. જેથી ભારતીય ટીમને આ મેચમાં જીત મળી છે. આ મેચમાં અર્શદીપે છેલ્લી ઓવરમાં 3 રન અને 1 વિકેટ લઈને ભારતને જીત અપાવી હતી. તેણે મેચ પલટો કર્યો હતો છતાં પણ મેથ્યુ વેડે અર્શદીપને નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડીને હારનું કારણ ગણાવ્યો છે.
મેથ્યુ વેડે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે અર્શદીપે છેલ્લે કમાલ કર્યો પરંતુ આ ગુજરાતી ખેલાડી અમારા પર ભારે પડ્યો છે. તેના કારણે જ આજે ભારતીય ટીમને જીત મળી છે. તે પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો છે. આ પહેલાની મેચમાં પણ તેણે સારું પ્રદર્શન કર્યું હતું. અમારા માટે હાલમાં તે કાળ બન્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ગુજરાતી સ્ટાર ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે મેચ પૂર્ણ થયા બાદ અક્ષર પટેલની બોલિંગ અને બેટિંગ વિશે ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું હતું કે અક્ષરે સૌ પ્રથમ બેટિંગમાં 21 બોલમાં 31 રન બનાવ્યા હતા. જેના કારણે ટીમનો સ્કોર 160 રન સુધી પહોંચ્યો હતો. બીજી તરફ બોલિંગમાં તેણે પોતાની 4 ઓવર દરમિયાન માત્ર 14 આપ્યા હતા અને એક વિકેટ લીધી હતી. ઓછા રન આપવાના કારણે અમારા પર દબાણ વધી રહ્યું હતું.
મેથ્યુ વેડે વધુમાં જણાવ્યું કે અક્ષર પટેલ આ પહેલાની મેચમાં પણ 3 વિકેટ લઈને મેચ વિનર બન્યો હતો. ઓલ રાઉન્ડર તરીકે તે પહેલેથી સફળ સાબિત થતો આવ્યો છે. એકવાર ફોર્મમાં આવ્યા બાદ તે ઘણી વિકેટો લેવાની તાકાત ધરાવે છે. બીજી તરફ રવી અને મૂકેશે પણ ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. જેના કારણે છેલ્લી મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે.