મહેન્દ્ર સિંહ ધોનીએ રોડ પર ફેનને એક અલગ અંદાજમાં આપ્યો ઓટોગ્રાફ..-જુઓ વિડિયો
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ જગતમાં એકમાત્ર એવો કેપ્ટન છે. જેને પોતાના ચાહકો ક્રિકેટ છોડ્યા બાદ પણ આજે તેને પ્રેમ કરતા જોવા મળી રહ્યા છે. હજુ પણ ટીમ ઇન્ડિયાને તેની ખોટ દેખાઈ રહી છે. જ્યારે પણ ટીમ ઇન્ડિયા હારથી જોવા મળે છે ત્યારે દરેક ચાહકના હોઠ પર એક જ નામ આવે છે મહેન્દ્રસિંહ ધોની. ટીમ ઇન્ડિયાનો એકમાત્ર એવો કેપ્ટન જેણે ભારતને ત્રણ ICC ટ્રોફી જીતાડી છે.
મહેન્દ્રસિંહ ધોનીએ 2020ની સાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી હંમેશાં માટે અલવિદા કીધું હતું. મહેન્દ્રસિંહ ધોની ભલે ક્રિકેટથી દૂર હોય પરંતુ આજે પણ તેઓ બીજા કેટલાક કારણોસર હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. આ દરમિયાન મહેન્દ્રસિંહ ધોનીનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહેન્દ્રસિંહ ધોની પોતાના એક ફેન્સને રોડ વચ્ચે એક અલગ અંદાજમાં ઓટોગ્રાફ આપતા જોવા મળી રહ્યા છે.
વધુમાં તમને જણાવી દઈએ કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની IPL 2023 માં ફરી એકવાર મેદાને રમતા જોવા મળશે. મળતી માહિતી મુજબ તમને કહી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીની હાલ ઉંમર 41 વર્ષ છે અને તે 2023ની IPLની આ છેલ્લી સીઝન રમવાના છે. ત્યારબાદ ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યા છે. મહેન્દ્રસિંહ ધોનીના ચાહકો છેલ્લી વખત IPL 2023 માં તેને મેદાને રમતા જોવા માટે ખૂબ જ આતુર થઈ રહ્યા છે.
હાલ વાયરલ થઈ રહેલ એક વીડિયોમાં મહેન્દ્રસિંહ ધોની પોતાના ચાહકને એક અલગ અંદાજમાં ઓટોગ્રાફ આપતા જોવા મળ્યા છે. આ વીડિયોમાં મહેન્દ્રસિંહ ધોની પોતાના ફેન્સને કોઈ પેપર, બેટ કે બોલ પર નહીં પરંતુ ફેનસે પહેરેલી ટીશર્ટ પર એક અલગ અંદાજમાં ઓટોગ્રાફ આપતા જોવા મળ્યા છે. આ સ્ટાઇલમાં ઓટોગ્રાફ સાઇન કરતા ધોની ખૂબ જ રમૂજી લાગી રહ્યા છે. મહેન્દ્રસિંહ ધોનીનો આ ઓટોગ્રાફ આપતો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આ વિડીયો પર ઘણી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. જુઓ આ વિડીયો