કુલદીપ યાદવે કાંગારુ બેટ્સમેનને આંખના પલકારે કર્યો ક્લીન બોલ્ડ, આ બોલ જોઈને તમે પણ ચોંકી જશો…-જુઓ વિડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની અંતિમ નિર્ણાયક મેચ ચેન્નાઈ ખાતે રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર કેપ્ટન સ્ટીવ સ્મિથે પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમને બોલિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરતાની સાથે જ ફોર અને સિક્સરનો વરસાદ કર્યો હતો. પરંતુ ભારતીય બોલરો ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને આઉટ કરવામાં સફળ રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયન ટીમની બેટિંગ શરૂઆતમાં ખૂબ જ જોરદાર જોવા મળી હતી પરંતુ વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાએ ત્રણ ઓવરમાં ત્રણ મહત્વની વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડીઓ તોડી પડી હતી. ત્યારબાદ ચાઈનામેન કુલદીપ યાદવે મીડલ ઓર્ડરમાં ભારતને ત્રણ વિકેટ અપાવી હતી. જેને કારણે ભારતીય ટીમે આ ત્રીજી મેચમાં જોરદાર વાપસી કરી છે.
ચાઇના મેન કુલદીપ યાદવે એલેક્સ ક્લેરીને 38મી ઓવરના છેલ્લા બોલ પર એવી રીતે ક્લીન બોલ્ડ કર્યો હતો કે આ બોલ જોઈને મોટા દિગ્ગજ ક્રિકેટરો અને ચાહકો પણ કહેવા લાગ્યા કે આ બોલ ક્રિકેટ સેન્ચ્યુરી ઓફ ધ યર માનવામાં આવશે. ચાઇના મેન કુલદીપ યાદવનો આ ઘાતક બોલ કાંગારૂ બેટ્સમેનને આંખના પલકારે આઉટ કરવામાં સફળ રહ્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.
ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન એલેક્સ ક્લેરી 45 બોલમાં 38 રન બનાવીને કુલદીપ યાદવના ઘાતક બોલે ક્લીન બોલ્ડ થયો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને ઘણા ચાહકો કુલદીપ યાદવની તારીફ કરી રહ્યા છે. સ્પીન બોલિંગ માટે કુલદીપ યાદવ ભારતીય ટીમનો ઘણો મહત્વનો બોલર છે.
કુલદીપ યાદવે ત્રીજી વન-ડે મેચ દરમિયાન ખૂબ જ જોરદાર બોલિંગ નાખી હતી અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. મેચ દરમિયાન સતત ત્રણ મહત્વની વિકેટ ઝડપીને ભારતીય ટીમને મોટો ફાયદો કરાવ્યો છે. પરંતુ એલેક્સ ક્લેરીને ક્લીન બોલ્ડ કરેલ આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. જુઓ વિડિયો…