KL રાહુલને ટીમ ઇન્ડિયામાંથી એક ઝાટકે કર્યો બહાર, જાણો શું છે કારણ…

ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ પૂર્ણ થયો છે. ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશના પ્રવાસ પર બે મેચોની ટેસ્ટ શ્રેણી અને બે મેચોની વનડે સિરીઝ પૂર્ણ કરી છે. જેમાં ભારત વનડે સિરીઝમાં સફળતા મેળવી શકી નહીં પરંતુ બે મેચોની ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કર્યું છે. બાંગ્લાદેશ બાદ 3 જાન્યુઆરીથી ટીમ ઇન્ડિયા ઘર આંગણે શ્રીલંકા સામે ત્રણ મેચોની T 20 સિરીઝ રમી રહી છે.

બાંગ્લાદેશ પ્રવાસ પર ત્રીજી વન-ડે મેચમાં કેપ્ટન રોહિત શર્મા હાથના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. જેને કારણે તે ટેસ્ટ સિરીઝ માંથી બહાર થયો હતો. ત્યારબાદ BCCI દ્વારા કે એલ રાહુલને ટેસ્ટ સિરીઝનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ કે એલ રાહુલ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ખરાબ પ્રદર્શન બતાવી રહ્યો છે.

T 20 વર્લ્ડ કપ બાદ બાંગ્લાદેશ પ્રવાસ પર પણ સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો છે. મીડિયા અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે શ્રીલંકા સામેની ઘર આંગણે શરૂ થતી સીરીજોમાં તેને બહાર કરવામાં આવ્યો છે. કે એલ રાહુલનું બહાર થવાનું મોટું કારણ હાલ સામે આવી રહ્યું છે. KL રાહુલ હવે ભારત માટે રમતો જોવા મળશે નહીં તે હવે નક્કી થઈ ગયું છે. કે એલ રાહુલ અને ચાહકો માટે આ એક ખરાબ સમાચાર ગણી શકાય.

આ સમગ્ર ઘટના વિશે તમને જણાવી દઈએ KL રાહુલ તાજેતરમાં જ BCCI પાસે જાન્યુઆરી મહિનામાં રજાઓ માંગી હતી. એવું જાણવા મળી રહ્યું છે કે જાન્યુઆરી માસમાં તે લગ્ન સંબંધમાં બાંધવા જઈ રહ્યો છે. જેથી તે હવે શ્રીલંકા સામેની તમામ સીરીઝમાંથી બહાર થયો છે. આવા કારણોસર તે હવે ભારત માટે રમતો જોવા મળશે નહીં. KL રાહુલના સ્થાને ઘણા નવા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે.

KL રાહુલ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ખરાબ પ્રદર્શન બતાવી રહ્યો છે. જેને કારણે ટીમ ઇન્ડિયામાં તેનું સ્થાન મુશ્કેલીમાં પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. શ્રીલંકા સામેની સિરીઝમાં તેના સ્થાને કોઈ અન્ય યુવા ખેલાડીને તક આપવામાં આવશે. જો તે સફળ સાબિત થશે તો તેને રાહુલને કાયમી બહાર કરવામાં આવી શકે છે. KL રાહુલ ફરી એકવાર ટીમ ઇન્ડિયા માટે બોજ બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *